Last Updated on by Sampurna Samachar
લગ્ન પહેલાં યુવક થનારી સાસુ સાથે ભાગી જતાં ચકચાર
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર સાસુ – જમાઇના પ્રેમ સબંધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ બૌલિયા વિસ્તારમાં રહેતા એક છોકરાની સગાઈ ચાર મહિના પહેલા ગોંડા જિલ્લાના એક ગામની છોકરી સાથે થઈ હતી. જેમાં બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમિયાન યુવતીની માતા સાથે યવકની વાતચીત થઇ રહી હતી. ત્યારે આ વાત છેક પ્રેમ સબંધ સુધી કઇ રીતે પહોંચી ચાલો જાણીએ.
જેમ અલીગઢમાં સાસુ તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ, તેવી જ રીતે યુપીના બસ્તીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પણ એક મહિલા તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં પરિવારની માહિતી પર પોલીસે છોકરા અને સ્ત્રીની શોધ શરૂ કરી છે.
શરૂઆતમાં પરિવારને શંકા ન ગઇ
સુત્રોથી મળતી માહિતી મુજબ દુબૌલિયા વિસ્તારમાં રહેતા એક છોકરાની સગાઈ ચાર મહિના પહેલા ગોંડા જિલ્લાના એક ગામની છોકરી સાથે થઈ હતી. સગાઇ બાદ બંને જણા વાતચીત કરતા હતા. પરંતુ યુવક સાથે યુવતીની માતા પણ વાત કરવા લાગી હતી. શરૂઆતમાં પરિવારના સભ્યોને આ અંગે કોઈ શંકા નહોતી, પરંતુ ધીમે ધીમે વાતચીતનો સમય વધતો ગયો અને વર્તનમાં ફેરફાર જોઈને પરિવારના સભ્યોને શંકા ગઈ હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે છોકરીના પરિવારે છોકરા સાથેની પુત્રીનો સંબંધ તોડી નાખ્યો હતો. આ પછી, છોકરીનો સંબંધ બીજી જગ્યાએ નક્કી થયો. જેના મે મહિનામાં લગ્નની તારીખ નક્કી થઈ, જોકે આ વચ્ચે પણ છોકરા અને મહિલા વચ્ચે વાતચીત રાબેતા મુજબ ચાલુ રહી. એવો આરોપ છે કે ત્રણ દિવસ પહેલા છોકરો તેની થવાની સાસુ સાથે ઘરેથી ભાગી ગયો હતો.
પરિવારે પહેલા જાતે શોધખોળ કરી, પરંતુ કોઈ સુરાગ ન મળતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ યુવકના ઘરે પણ પહોંચી. પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. પોલીસનું કહેવું છે કે બંનેની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેમને શોધી કાઢવામાં આવશે. યુવક અને મહિલાને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે. મોબાઇલ લોકેશન શોધવામાં આવી રહ્યા છે અને શક્ય છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
.