Last Updated on by Sampurna Samachar
મહેસાણામાં માસૂમ બાળકીની છેડતીથી ખળભળાટ મચી
મામાના ઘરે વેકેશન માણવા આવેલી ૮ વર્ષની બાળકી સાથે સોસાયટીના આધેડ વયના વોચમેને બીભત્સ ચેનચાળા કરી છેડતી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં સોસાયટીની સુરક્ષા માટેરાખવામાં આવેલા વોચમેને જ એક માસૂમ બાળકીની છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. મામાના ઘરેવેકેશન માણવા આવેલી ૮ વર્ષની બાળકી સાથે સોસાયટીના આધેડ વયના વોચમેને બીભત્સ ચેનચાળા કરીછેડતી કરતા ચકચાર મચી ગઈ છે.

મૂળ કુકસ ગામનો વતની અને છેલ્લા ૧૫ વર્ષથી આ સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતો ૫૫ વર્ષીયમણી લક્ષ્મણભાઈ રાવતે સોસાયટીમાં રમી રહેલી બાળકીને લાલચ આપીને પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ તેણે એકાંતનો લાભ લઈ બાળકી સાથે અશોભનિય વર્તન કર્યું હતું. તેણે બાળકીને ધમકી આપતાં કહ્યુંહતું કે, જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ. બાળકીએ હિંમત દાખવી આ સમગ્ર વાત પોતાનાપરિવારને જણાવી હતી.
બાળકીના પરિવારે તાત્કાલિક મહેસાણા એ–ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા હતા.જેમાં વોચમેનની કરતૂત કેદ થઈ ગઈહતી.પુરાવા મળતા જ પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ મણી રાવતની ધરપકડ કરી લીધી હતી.પોલીસેઆરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની ગંભીર કલમો સહિત છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનોનોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.