Last Updated on by Sampurna Samachar
ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ
વિદ્યાર્થીને નજીવી બાબતે માર્યો ઢોર માર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે અત્યાચારના કિસ્સા સાંભળવા મળતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની શાળામાંથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ શિક્ષકે વિદ્યાર્થી સામે પેપર ચોરી કર્યાનો આક્ષપ સાથે વિદ્યાર્થીને માર મારવાનો બચાવ કર્યો, જોકે વિદ્યાર્થીએ આરોપ ફગાવતા તપાસની માંગ કરી છે. ધોરણ ૮ ના વિદ્યાર્થીને શિક્ષકે સાવ ર્નિદય બની એક, ૨, ૩ નહીં પુરા ૨૫ લાફા ઝીંક્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જે બાદ વિદ્યાર્થીને ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાઈ છે.
બાળકને ઢોર માર મારતા વાલીમાં રોષ
વિદ્યાર્થી અને તેના પરિવારનો આક્ષેપ છે કે નાસ્તા માટેની રિસેસમાં તેને ટ્રસ્ટીની ઓફિસમાં બોલાવાયો હતો. જોકે તેના પર પેપર ચોરી કરીને અન્ય ધોરણના વિદ્યાર્થીને પેપર આપ્યાનો આરોપ લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીએ આરોપ ફગાવીને શાળાના શિક્ષકને CCTV ચેક કરવા કહ્યું હતું. જાે કે શિક્ષકે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને ઢોર માર માર્યો. ત્યારે હાલ વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો છે.
જોકે આ મામલે શાળાના આચાર્યનું કહેવું છે કે શાળા નવી બની છે. જેથી તેમાં ઝ્રઝ્ર્ફ છે કે કેમ તેની તેમને જાણ નથી. ત્યારે કોઈ પણ પુરાવા વગર બાળકને ઢોર માર મારતા વાલીમાં રોષ ફેલાયો છે.