Last Updated on by Sampurna Samachar
સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એક અત્યંત શરમજનક અને વિકૃત ઘટના સામે આવી છે. વાત કરીએ તો દિયોદરના ભેસાણા ગામે એક આધેડ દ્વારા અબોલ પશુ (વાછરડી) સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે લોકોની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, દિયોદરના ભેસાણા ગામમાં એક આધેડ વ્યક્તિએ વાછરડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ શરમજનક હરકત સમયે ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આધેડનો વિડીયો ઉતારનાર શખ્સની ધરપકડ
લોકોએ આ વિકૃત માનસિકતા ધરાવનાર શખ્સ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા દિયોદર પોલીસ એક્શનમાં આવી હતી. વાછરડી સાથે દુષ્કર્મ કરનાર આધેડની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમજ ગુનાને અટકાવવાને બદલે તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વ્યક્તિને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અબોલ પશુ સાથે થયેલી આ ક્રૂરતાને પગલે બનાસકાંઠાના ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.