Last Updated on by Sampurna Samachar
૧૦ વર્ષથી ચાલતા પ્રેમ પ્રકરણમાં યુવકનુ ભયંકર કૃત્ય
ઉત્તરાખંડના રૂરકી જિલ્લામાં બન્યો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના રૂરકી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમ કહાની અચાનક ભયાનક કહાનીમાં ફેરવાઈ ગઈ છે. અહીં એક યુવકે પહેલા તેની પ્રેમિકા પર ચાકુથી હુમલો કર્યો. આ પછી, તેણે તેના પર પેટ્રોલ રેડ્યું અને આગ લગાવી દીધી. આ પછી યુવકે ગળામાં છરી મારીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઘાયલ યુવક અને યુવતીને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
ઘટનાની વિગત એવી છે કે ઉત્તરાખંડના રૂરકીના બુગ્ગાવાલા પોલીસ સ્ટેશન વિસ્તારના બુધવા શહીદ વિસ્તારનો છે. ઇજાગ્રસ્ત યુવતીએ હોસ્પિટલમાં પોલીસને જણાવ્યું કે આરોપી યુવક સાથે છેલ્લા ૧૦ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. બંને લગ્ન માટે તૈયાર હતા. આ અંગે બંનેએ તેમના પરિવારજનોને જણાવ્યું હતું. યુવતીનો પરિવાર લગ્ન માટે તૈયાર હતો. પરંતુ યુવકના પરિવારે લગ્નની ના પાડી દીધી હતી. જ્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી તો યુવતીના પરિવારે બીજી જગ્યાએ સંબંધ શોધવાનું શરૂ કર્યું.
યુવકે નારાજ થઇ કર્યુ આ કૃત્ય
આ વાતથી નારાજ થઈને યુવકે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. યુવતી યુપીના દેવબંદના નાગલ વિસ્તારની રહેવાસી છે. તે રૂરકીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે. યુવક મુઝફ્ફરનગરનો રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. ત્યારે આ સનસનાટીભર્યા બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.