Last Updated on by Sampurna Samachar
તૃણમૂલ કોંગ્રેસએ ૨૩માંથી ૧૫ બેઠકો પર ભવ્ય વિજય
સતત પછડાટ બાદ મમતા બેનરજીને રાહત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળની સત્તા પર લાંબા સમય સુધી રાજ કરનાર મમતા બેનરજીને રાજ્યમાં સતત હારનો સામનો કરવો પડી રહ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે મળેલી હાર બાદ ્સ્ઝ્રના હાથમાંથી સતત લોકલ બોડી સરકી રહી હતી, પરંતુ હવે TMC ને બાર કાઉન્સિલની ચૂંટણીમાં મોટી જીત મળી છે. જેનાથી મમતાની પાર્ટીને મોટું નૈતિક બળ મળશે.

પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસએ ૨૩માંથી ૧૫ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને ૩, ડાબેરી મોરચાને ૩ અને કોંગ્રેસને ૨ બેઠકો મળી છે. મમતા બેનરજીની ભલામણથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા TMC ના વકીલ ઉમેદવારોએ ૫ અનામત મહિલા બેઠકોમાંથી ૪ બેઠકો પર જીત હાસિલ કરી છે.
ચૂંટણીમાં કુલ ૭૫ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા
પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલની કુલ ૨૩ ચૂંટાયેલી બેઠકોમાંથી ૧૮ બેઠકો પુરુષો માટે અને ૫ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી હતી. પરિણામોમાં TMC એ ૧૫, ભાજપે ૩, લેફ્ટ ફ્રન્ટે ૩ અને કોંગ્રેસે ૨ બેઠકો પર જીત મેળવી છે. ૫ મહિલા અનામત બેઠકોમાંથી TMC એ ૪ અને કોંગ્રેસે ૧ બેઠક પર જીત હાંસલ કરી છે. ચૂંટણી બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશો પ્રમાણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વધુ ૨ મહિલા ઉમેદવારોને મનોનીત કરશે, જેથી કુલ સભ્યોની સંખ્યા વધીને ૨૫ થઈ જશે.
તમને જણાવી દઈએ કે, ચૂંટણીમાં કુલ ૭૫ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. TMC એ ૨૩, ભાજપે ૨૨, ડાબેરી મોરચાએ ૧૨ અને ૧૮ અપક્ષ વકીલોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. TMC લૉયર્સ સેલના શુભાશીષ ચક્રવર્તીએ સૌથી મોટા અંતરથી જીત નોંધાવી છે. અન્ય પ્રમુખ વિજેતાઓમાં વૈસ્વોનર ચેટર્જી, અંસાર મંડલ, અશોક દેબ, ઈન્દ્રનીલ બસુ અને સિદ્ધાર્થ મુખર્જી સામેલ છે. આ તમામ મમતા બેનર્જીની ભલામણ પર મેદાનમાં ઉતર્યા હતા.