Last Updated on by Sampurna Samachar
તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા ૮ના મોત
માહિતી મળતાંની સાથે જ ચંબા પોલીસ અને SDRF ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરાખંડના તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકી ગઈહતી. આ ભયાનક દુર્ઘટનામાં ૮ લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહીછે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારે બપોરે ડાયલ ૧૧૨ના માધ્યમથી સૂચના મળી હતી કે, ચંબા પોલીસ સ્ટેશનનાઅધિકારક્ષેત્રમાં ચંબા–કોટી નેઈલ રોડ પર એક વાહન ખણીમાં ખાબકી ગયું છે.માહિતી મળતાંની સાથે જ ચંબા પોલીસ અને SDRF ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના અંગે X પર પોસ્ટ કરી
ઘટના સ્થળે પહોંચેલી ટીમ દ્વારા મળેલી માહિતી પ્રમાણે એક યુટિલિટી પિકઅપ વાન ખીણમાં ખાબકી ગઈ છે, જેમાં લગભગ ૯–૧૦ લોકો સવાર હતા. ૨ લોકોના રેસેક્યુ કરવામાં આવ્યા છે. ૮ લોકોના મોત થઈ ગયા છે.
હાલમાં જીડ્ઢઇહ્લ ટીમ સ્થાનિક પોલીસ અને ફાયર સર્વિસે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. જિલ્લામેજિસ્ટ્રેટ અને ટિહરી ગઢવાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાહત અને બચાવકામગીરી ચાલુ છે. અકસ્માતની જાણકારી મળ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના અંગે X પર પોસ્ટ કરી.
આ પોસ્ટમાં, તેમણે ટિહરી ગઢવાલ જિલ્લાના ચંબા ક્ષેત્રમાં નાઇલ–કોટી કોલોની રોડ પર વાહન અકસ્માત પરશોક વ્યક્ત કર્યો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આઅપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોનેયોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.