Last Updated on by Sampurna Samachar
બંગાળમાં સુવેન્દુનો મોટો આરોપ, TMC એ ૭૫૦ નકલી આંગળીઓ ખરીદી
ઈ–રિક્ષામાં બેસીને વોટ આપવા આવેલા મહુઆ મોઇત્રા ભાજપ પર પ્રહારો કરતા જોવા મળ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ બીજા તબક્કાના મતદાનનીવચ્ચે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, TMC એ બોગસ મતદાન કરાવવા માટે ૭૫૦ આર્ટિફિશિયલ આંગળીઓ ખરીદી છે. તેમણે પત્રકારો સાથે વાત કરતી વખતે પોતાના મોબાઈલમાં એક આંગળીનીતસવીર બતાવીને તેને નમૂનો ગણાવ્યો હતો. કે, સત્તારૂઢ પાર્ટી TMC એ ભવાનીપુર બેઠક અંગેના આઆરોપોનું ખંડન કર્યું છે.

સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે કાઉન્સિલરોએ મતદાનમાં ગોટાળા કરવા માટે ૭૦૦ થી વધુ નકલી આંગળીઓ ખરીદી હતી. ભાજપના વરિષ્ઠ નેતાની બેઠક સમાચારમાં છે. તેઓ ભવાનીપુરમાં રાજ્યના મુખ્યમંત્રીઅને ટીએમસીના વડા મમતા બેનર્જી સામે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ટીએમસી આસહન કરશે નહીં. નકલી આંગળીઓથી ચૂંટણીમાં છેડછાડ કરવાના પ્રયાસો સફળ થશે નહીં.
પોતાના વોટો મારફતે તેનો જવાબ આપ
વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી પણ ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેઓ વર્તમાન ભાજપના ધારાસભ્યછે. કેટલાક ભાજપના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી એવું સૂચન કરી રહ્યા છે કે બંગાળમાં મતદારોને પ્રભાવિત કરવા માટે આંગળીઓમાં સિલિકોન અથવા પરફ્યુમ લગાવવાનો પ્રયાસ થઈ શકે છે જેનાથી વોટરોને પ્રભાવિત કરી શકાય.
સુવેન્દુ અધિકારીએ એવો પણ દાવો કર્યો હતો કે ભવાનીપુરમાં બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા વહેંચવામાં આવેલી ૩,૮૧૦ બૂથ સ્લિપ વહેંચાયા વગર જ પરત આવી ગઈ છે. તેમણે કહ્યું કે આવા મતદારોની યાદીચિહ્નિત કરી લેવામાં આવી છે અને ભવાનીપુરના લોકો પરિવર્તન માટે તૈયાર છે અને પોતાના વોટો મારફતે તેનો જવાબ આપશે.
મતદાન કરવા પહોંચેલા સુવેન્દુએ એક કિસ્સો શેર કરતા કહ્યું કે, ગઈકાલે તેમને કાલીબાડીમાં એક વ્યક્તિમળ્યો હતો જે ખાસ ફ્રાન્સથી વોટ આપવા આવ્યો હતો. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના બીજા અને અંતિમ તબક્કા માટે ૧૪૨ બેઠકો પરમતદાન થઈ રહ્યું છે.
નાદિયામાં કરીમપુર ગર્લ્સ હાઈસ્કૂલના પોલિંગ બૂથ નંબર ૧૨૦ પર મતદાન કર્યા બાદ સાંસદ મહુઆમોઇત્રાએ કહ્યું કે, “ચૂંટણી પંચે સૂચના આપી છે કે મોટરગાડી લઈને આવવું નહીં, તેથી હું ટોટોમાં આવી છું. ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે અમે લોકશાહી બચાવવા માટે અહીં છીએ.