Last Updated on by Sampurna Samachar
કોન્ફરન્સમાં DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કરી વાત
ભારતના સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટરોમાંથી એક છે કોહલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ સતત બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વિરાટ કોહલી (VIRAT KOHLI) તેમના ફેવરેટ ક્રિકેટર છે. તેમણે કહ્યું કે તેઓ વિરાટ કોહલીના ફેન છે. રાજીવ ઘઈએ જણાવ્યું કે, કદાચ ક્રિકેટની પણ વાત કરવી જોઈએ કારણ કે મેં જોયું કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઘણા ભારતીયની જેમ તેઓ મારા પણ ફેવરેટ ખેલાડી છે.
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું કે, ઈન્ટરનેશનલ બાઉન્ડ્રીથી રડાર, એર ડિફેન્સ સિસ્ટમ, વિન્ટેજ એર ડિફેન્સ સિસ્ટમ અને મોડર્ન એર ડિફેન્સ સિસ્ટમની લેયર હતી. તેને પાર કરીને આપણી એરફીલ્ડ પર એટેક કરવો તેમના માટે મુશ્કેલ હતો. આ બધુ એક ઘટનાની યાદ અપાવે છે. ૭૦ ના દાયકામાં ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે એશિઝ સિરીઝ ચાલી રહી રહી હતી. બે ફાસ્ટ બોલર જેફ થોમસન અને ડેનિસ લીલીએ ઇંગ્લિશ બેટ્સમેનોને પરસેવોવાળી દીધો હતો.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
તેમણે જણાવ્યું કે, તે સમયે ઓસ્ટ્રેલિયાએ એક કહેવત બહાર પાડી હતી, ” ASHES TO ASHES , DUST TO DUST , IF THOMMO DON’T GET YA , LILLE MUST’ આનો મતલબ છે કે જો થોમો તમને આઉટ કરી શકતા નથી, તો લીલી તમને જરૂર આઉટ કરશે. જો તમે આ લેયર્સને જુઓ, તો તમે સમજી શકશો કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. ભલે દુશ્મન બધા લેયર્સને પાર કરી જાય, તો પણ આ ગ્રિડ સિસ્ટમના લેયર્સમાંથી કોઈ એક તેને નીચે પાડશે જ. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ ૧૨ મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ ભારતના સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટરોમાંથી એક છે.
તેમણે ટેસ્ટ ક્રિકેટની ૨૧૦ ઇનિંગ્સમાં ૪૬.૮૫ની સરેરાશથી ૯૨૩૦ રન બનાવ્યા હતા. તેમણે આ ફોર્મેટમાં ૩૦ સદી અને ૩૧ અર્ધસદી ફટકારી હતી. આ દરમિયાન તેમનો હાઈએસ્ટ સ્કોર ૨૫૪ રન નોટઆઉટ રહ્યો હતો.