Last Updated on by Sampurna Samachar
સ્ટાર ખેલાડીએ કરૂણ નાયરને નિવૃત્તિની આપી હતી સલાહ
આખરે નાયરે હિંમત ન હારી કરીને પરત ફર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષ ૨૦૧૮ બાદ ક્રિકેટર કરૂણ નાયર ક્રિકેટમાં વાપસી કરી છે. ક્રિકેટમાંથી નીકળ્યા બાદ તે ઘરેલુ ક્રિકેટમાં સારું રમ્યો, પરંતુ તે પછી પણ તે પાછો ફર્યો નહીં. આખરે નાયરે હિંમત ન હારી અને ઘરેલુ ક્રિકેટમાં સખત મહેનત કરતો રહ્યો. હવે તેને તે મહેનતનું ફળ મળ્યું છે. ૭ વર્ષ પછી કરુણ ફરીથી ટીમનો ભાગ બન્યો છે. ઇંગ્લેન્ડ સામેની ૫ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા કરુણ નાયરે હવે તેના ખરાબ દિવસોને યાદ કરીને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ભૂતપૂર્વ ખેલાડીની સલાહ સ્વીકારી હતી, જેના કારણે તે આજે ખૂબ ખુશ છે.
ભારતીય ટીમમાં પાછા ફરેલા કરુણ નાયરને એક સમયે એક સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી. જેથી તે લીગ ક્રિકેટ રમીને પૈસા કમાઈ શકે. તે સમયે નાયરે તે સલાહનું પાલન ન કર્યું. એક ઇન્ટરવ્યુમાં નાયરે કહ્યું, મને હજુ પણ યાદ છે કે એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટરે મને ફોન કરીને કહ્યું હતું કે તમારે નિવૃત્તિ લેવી જોઈએ, કારણ કે આ લીગમાં મળતા પૈસા તમને સુરક્ષિત રાખશે. આમ કરવું સહેલું હોત, પણ મને ખબર હતી કે પૈસા હોવા છતાં હું આટલી સરળતાથી નિવૃત્તિ લેવા બદલ મારી જાત સાથે અન્યાય કરત.
ઇંગ્લેન્ડ સામે રમવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય
આ જ ઇન્ટરવ્યુમાં કરુણ નાયરે કહ્યું, હું ફરીથી ભારત માટે રમવાનું છોડવા માંગતો ન હતો. આ ફક્ત બે વર્ષ પહેલાની વાત છે અને જુઓ આપણે હવે ક્યાં છીએ. તે પાગલપન છે, પરંતુ અંદરથી મને ખબર હતી કે હું ધણો સારો છું.
ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા પછી કરુણ નાયરે કાઉન્ટી ક્રિકેટ રમી. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. આ ઉપરાંત નાયરે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફીમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. જેના કારણે હવે તે ફરીથી ઇંગ્લેન્ડ સામે રમવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય છે.