Last Updated on by Sampurna Samachar
સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને બ્લેકમેલ કરી ‘તોડ‘
આ પ્રવૃત્તિને ગંભીરતાથી લઈજિલ્લા પોલીસે આશિષ લલકીયાની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પંથકમાં RTI ના નામે અને પત્રકારત્વના ઓઠા હેઠળ સરકારી કર્મચારીઓને બાનમાં લેતા એક કથિત પત્રકારનીપોલીસે ધરપકડ કરી છે. આશિષ લલકીયા નામના આ શખ્સે RTI એક્ટિવિસ્ટ હોવાનો ડોળ કરી અનેકલોકોને આર્થિક અને માનસિક રીતે હેરાન કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી મુજબ, આશિષ લલકીયાએ ઉપલેટાના ખરચિયા ગામના સરપંચ પાસે RTI અંતર્ગત વિગતોમાંગી હતી અને ત્યારબાદ ખંડણી માંગી હોવાનો ગુનો નોંધાયો હતો. આટલું જ નહીં, ગ્રામ્ય પંથકની બે મહિલાસરકારી કર્મચારીઓને પણ આ કથિત પત્રકારે અસભ્ય વર્તન અને અન્ય રીતે માનસિક રીતે હેરાન–પરેશાન કરીહોવાની ફરિયાદો ઉઠી હતી.
સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને બ્લેકમેલ કરી ‘તોડ‘ કરવાની આ પ્રવૃત્તિને ગંભીરતાથી લઈજિલ્લા પોલીસે આશિષ લલકીયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સપત્રકારત્વના નામે અધિકારીઓ પર દબાણ બનાવી પૈસા પડાવવાનું કામ કરતો હતો. હાલ પોલીસ દ્વારા તેનીસઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે હજુ સુધી કોની કોની પાસેથી તોડબાજી કરી છે. આગામીસમયમાં આ મામલે અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.