JIO નો ભારતનો પ્રથમ સેટેલાઇટ બ્રોડબેન્ડ કોન્સ્ટેલેશન બનશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

દેશના સ્પેસ રેગ્યુલેટર INSPAC એ JIO ને આપી મંજૂરી

ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર!

(સંપૂર્ણ સમાચાર સેવા)

સેટેલાઇટ ઇન્ટરનેટ માટે રિલાયન્સ જીઓને એક જરૂરી મંજૂરી મળી ગઈ છે. વાસ્તવમાં, જીઓ લો-અર્થ ઓર્બિટમાં ૧૬૦૦ સેટેલાઇટ ડિપ્લોય કરવા માંગે છે. દેશના સ્પેસ રેગ્યુલેટર INSPAC એ કંપનીના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

ISRO અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સાથે મળીને કરવામાં આવેલા ટેકનિકલ રિવ્યુમાં જીઓના પ્લાનને ટેકનિકલ રીતે યોગ્ય માનવામાં આવ્યો છે. આ મંજૂરી મળ્યા બાદ હવે જીઓ ઓર્બિટલ સ્લોટ માટે ઇન્ટરનેશનલ ફાઇલિંગ કરી શકશે. આ સાથે જ જીઓનો ભારતનો પ્રથમ સેટેલાઇટ બ્રોડબેન્ડ કોન્સ્ટેલેશન બનાવવાનો રસ્તો સાફ થઈ જશે.

દેશભરમાં ૨૦-૨૨ ગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરાશે

જીઓ લો-અર્થ ઓર્બિટમાં ૧૬૦૦ સેટેલાઇટ ડિપ્લોય કરવા માંગે છે. ધરતીથી ૧૬૦-૨૦૦૦ કિલોમીટર ઉપરના ઓર્બિટ ઝોનને લો-અર્થ ઓર્બિટ કહેવામાં આવે છે. ૧૬૦૦ સેટેલાઇટની મદદથી જીઓ સ્પેસમાં એક કોમ્યુનિકેશન નેટવર્ક બનાવશે, જે દેશભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી આપવાના કામમાં આવશે.

એલોન મસ્કની કંપની સ્ટારલિંક પહેલેથી જ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરી રહી છે, પરંતુ તેને હજુ ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી નથી. જીઓના પ્રસ્તાવ મુજબ, સેટેલાઇટ નેટવર્કને ૪.૫-૫્હ્વॅજ ની કેપેસિટી ઓફર કરવાના હિસાબે ડિઝાઇન કરવામાં આવશે. આ બીજા ઘણા સેટેલાઇટ પ્રોજેક્ટ્સની સરખામણીમાં ખૂબ જ વધારે છે. પોતાના સેટેલાઇટ ઓપરેશન અને નેટવર્ક સર્વિસને સપોર્ટ કરવા માટે જીઓ દેશભરમાં ૨૦-૨૨ ગ્રાઉન્ડ સ્ટેશન પણ તૈયાર કરશે.

આ નેટવર્ક કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ સેગમેન્ટની સર્વિસ આપવા માટે ઉપયોગમાં લેવાશે. આ સિવાય જીઓ બ્રોડબેન્ડ અને સેલ્યુલર બેકહોલ જેવી ફિક્સ્ડ સેટેલાઇટ સર્વિસની સાથે-સાથે ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ જેવી મોબાઇલ સેટેલાઇટ સર્વિસ આપવાની પણ યોજના બનાવી રહ્યું છે.

IN-SPACe એ મંજૂરી આપતાં કહ્યું છે કે જીઓનો પ્રપોઝલ ટેકનિકલ રીતે સેટેલાઇટ સિસ્ટમ ધરાવતી દુનિયાની મોટી કંપનીઓના સ્તરનો છે. જો કેપેસિટીની વાત કરીએ તો સ્ટારલિંકને ભારતમાં 600Gbps ની સ્પીડનું એપ્રૂવલ મળેલું છે. જ્યારે એમેઝોનનો પ્રોજેક્ટ કુઇપર ૩00Gbps  ની સ્પીડ ઓફર કરશે. આ પ્રોજેક્ટને પણ હજુ ભારતમાં મંજૂરી મળવાની બાકી છે. આ બધાની સરખામણીમાં જીઓ લગભગ ૫ Gbps  સુધીની સ્પીડનો પ્રપોઝલ લઈને આવ્યું છે.

જીઓને અત્યારે ભારત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ સેટેલાઇટ ડિપ્લોય કરતા પહેલા ઇન્ટરનેશનલ લેવલ પર ઘણી અન્ય મંજૂરીઓ લેવી પડશે. આમાં ઇન્ટરનેશનલ ઓર્બિટલ રાઇટ્સ પણ સામેલ છે. આ માટે જીઓએ ભારત સરકાર પાસે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન પાસેથી રાઇટ્સ અપાવવામાં મદદ માંગી છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.