Last Updated on by Sampurna Samachar
વલસાડના ભીલાડ નજીક SOG એ LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક પકડ્યું
ગેસની ચોરી કરીને તેને કાળા બજારમાં વેચવાનો મોટો રેકેટ ચાલતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લા SOGને આ અંગે બાતમી મળી હતી કે, ભીલાડ નજીક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદે રીતે ગેસઉતારીને સિલિન્ડરોમાં ભરવાની કામગીરી ચાલી રહી છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ટીમે ટેન્કર, પિકઅપ, ભરેલા અને ખાલી સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ માટે વપરાતી પાઇપોઅને અન્ય સાધનો કબજે કર્યા હતા.

સ્થળ પરથી મળેલા પુરાવા અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ટેન્કરનો ડ્રાઈવર જ આ સમગ્રકારસ્તાનમાં સંડોવાયેલો હોઈ શકે છે. પોલીસે ડ્રાઈવરને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આગેસ ચોરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે, ક્યાં-ક્યાં ગેસ સપ્લાય થતો હતો અને કેટલા સમયથી આધંધો ચાલી રહ્યો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ટેન્કરમાંથી ગેસની ચોરી કરવી માત્ર ગુનો જ નથી, પરંતુ તે અત્યંત જાેખમીપણ છે.LPG ગેસ ખૂબ જ જ્વલનશીલ હોવાથી ગેરરીતે ટ્રાન્સફર કરતી વખતે આગ લાગવાની કે વિસ્ફોટથવાની શક્યતા રહે છે. ભીલાડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી ગેરકાયદે કામગીરીથી મોટો અકસ્માત સર્જાઈશકે તેમ હતો. જો સમયસર SOG દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા.
પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ટેન્કરમાંથી થોડો થોડો ગેસ ઉતારીને સિલિન્ડરોમાં ભરવામાંઆવતો હતો જેથી ટેન્કર ગંતવ્ય સ્થળે પહોંચે ત્યારે મોટી ગેરરીતિ તરત ધ્યાનમાં ન આવે. આ રીતે લાંબાસમયથી ગેસની ચોરી કરવામાં આવતી હોય તેવી પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.
હાલમાં દેશભરમાંઆંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવોમાં વધારો અને સપ્લાયમાં અછત જોવામળી રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે ગેસ અને ઇંધણનાબજારમાં અસ્થિરતા વધી છે. આવી સ્થિતિમાં ગેસની ચોરી અને કાળા બજારનો ધંધો વધુ વધે તેવી ભીતિ રહેછે.
સરકાર અને સામાન્ય જનતા બંને ગેસના વધતા ભાવ અને પુરવઠાની સમસ્યાથી પરેશાન છે, ત્યારે આવા તત્ત્વોગેરકાયદે રીતે ગેસની ચોરી કરીને પોતાના ફાયદા માટે કાળા બજારનું નેટવર્ક ઉભું કરે છે. આ પ્રકારનીપ્રવૃત્તિઓના કારણે સરકારને આવકમાં નુકસાન થાય છે, સાથે જ સામાન્ય ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનોકરવો પડે છે.
વલસાડ જિલ્લા SOG આ કામગીરીને મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે હાલમાં સમગ્રમામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેન્કર માલિક, પિકઅપ માલિક અને ગેસના સિલિન્ડરો ક્યાંપહોંચાડવામાં આવતા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આવનારા દિવસોમાં આ ગેસ ચોરીના રેકેટમાંવધુ લોકોના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.