UP -રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર

હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવાયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. સરેરાશ તાપમાન ૪૦થી ૪૨ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધતી ગરમીને કારણે બીમારીઓનો ખતરો વધતા કેન્દ્રીયસ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જનતા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. સાથે હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે.

હીટવેવમાં કઈ બીમારીઓનું જોખમ?નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે.

શરીરનું તાપમાન અનિયંત્રિત થઈ જવું.

હીટ સ્ટ્રોક (લૂ લાગવી): શરીરનું તાપમાન અનિયંત્રિત થઈ જવું.

ડિહાઈડ્રેશન: શરીરમાં પાણીની ભારે અછત સર્જાવી.હીટ ક્રેમ્પ્સ: માંસપેશીઓમાં અસહ્ય ખેંચાણ અને દુખાવો.અન્ય બીમારીઓ: ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ, ચિકનપોક્સ અને પેટને લગતી સમસ્યાઓ પણ ઋતુમાંવકરે છે.

શું રાખવી સાવધાની?

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર લોકોને નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે:

શું કરવું?

પર્યાપ્ત માત્રામાં પાણી અને પ્રવાહી પદાર્થો (લીંબુ પાણી, છાશ, જ્યુસ) પીતા રહો.હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખો અને ચશ્માનો ઉપયોગ કરો.ઘરની બારીઓ અને પડદા બંધ રાખી ઘરને ઠંડું રાખો.

શું કરવું?

બપોરે ૧૨ થી વાગ્યાની વચ્ચે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો.ખુલ્લા પગે તડકામાં ચાલશો નહીં.દારૂ, ચા, કોફી અને વધુ પડતા ખાંડવાળા પીણાં પીવાનું ટાળો, કારણ કે તે શરીરને વધુ ડિહાઈડ્રેટ કરે છે.બાળકો કે પાલતુ પ્રાણીઓને બંધ ગાડીમાં ક્યારેય એકલા છોડો.

સરકારે જણાવ્યું છે કે ગરમીની સૌથી વધુ અસર મજૂરો, બાળકો અને વૃદ્ધો પર થાય છે. જેથી શ્રમજીવીઓએફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ પર પીવાના ઠંડા પાણી અને આરામ માટે છાંયડાની વ્યવસ્થા હોવી જોઈએ. જો  મશીનો ગરમ હોય તો તેને ઢાંકીને રાખવા અને કામની ગતિ ધીમી રાખવા સૂચના અપાઈ છે.

ઉપરાંતબાળકો માટે શાળાઓમાં બાળકોને સતત પાણી પીવા માટે પ્રોત્સાહિત કરવા અને પૂરતી વેન્ટિલેશન સુવિધારાખવા જણાવાયું છે. સરકારે હીટવેવનો સામનો કરવા માટે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સફળ મોડેલનેદેશભરમાં લાગુ કરવા પર ભાર મૂક્યો છે. બીજી તરફ, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ હીટ ડોમવિશે ચેતવણી આપી છે. ગીચ ઈમારતો ધરાવતા વિસ્તારોમાં ગરમી કેદ થઈ જાય છે, જેના કારણે તાપમાનઅચાનક વધી જાય છે અને લોકો બીમાર પડે છે.

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે. અહીં દર્દીઓનેઠંડક આપવા માટે પાણીના મોટા ટબ અને સ્પેશિયલ બેડની વ્યવસ્થા છે. અત્યાર સુધી ગંભીર કેસો આવ્યાનથી, પરંતુ આગામી દિવસોમાં પારો વધવાની શક્યતા હોવાથી તંત્ર હાઈ એલર્ટ પર છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.