Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસના ઉમેદવાર નયનાબેન આશિષભાઈ વસાવાને હાઇજેક કરીને લઈ ગયા હતા
કોંગ્રેસને જાણ થતા તેઓ ઉમેદવારને લઈને જતા રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ૧૫ એપ્રિલ ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે નર્મદા જિલ્લામાં હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આક્ષેપ છે કે, ભાજપના થોડા કાર્યકર્તાઓ ઉમરવા તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નયનાબેન આશિષભાઈ વસાવાને હાઇજેક કરીને લઈ ગયા હતા. ભાજપના કાર્યકર્તાઓ નયનાબેનને મામલતદાર ઓફિસે લાવ્યા હતા.

આ અંગેની કોંગ્રેસને જાણ થતાની સાથેતેમના કાર્યકર્તાઓ જઈને ઉમેદવાર નયનાબેન વસાવાને એક ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. આ ડ્રામા બાદ આપના જિલ્લા પ્રમુખે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા છે. તેમણે આક્ષેપમાં જણાવ્યું છે કે, ભાજપ અમારા ઉમેદવારોને હાઇજેક કરીને લઈ જઈ રહી છે. અમારા ઉમેદવારોના ઘરે પોલીસ મોકલવામાં આવી રહી છે અને રાજકીય પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
ઉમેદવારને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા
કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ આ હાઇવોલ્ટેજ ડ્રામા અંગે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આપ અને કોંગ્રેસઉમેદવારોને ભાજપ હાઇજેક કરી ફોર્મ પાછા ખેંચાવવા પર મજબૂર કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં તાલુકાપંચાયત ઉમરવા બેઠકના ઉમેદવારને ભાજપના લોકો ફોર્મ પરત ખેંચવા માટે તાલુકા પંચાયતની ઓફિસે લઈનેઆવ્યા હતા. આ અંગેની કોંગ્રેસને ખબર પડતાં કાર્યકરો તાલુકા પંચાયત પહોંચ્યા અને તેમના ઉમેદવારને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.
આપ જિલ્લા પ્રમુખ, નિરંજન વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે જણાવ્યું છે કે, ૧૫એપ્રિલ બપોરે એક વાગ્યાના સમય દરમિયાન આ ઘટના ઘટી. ભાજપના આગેવાનોએ કોંગ્રેસના નયનાબેન આશિષભાઈ વસાવાને ગઈકાલે હાઇજેક કર્યા હતા. મામલતદાર ઓફિસ પર ઉમરવા તાલુકા પંચાયત બેઠકનાકોંગ્રેસના ઉમેદવાર નયનાબેન આશિષભાઈ વસાવાને ભાજપના કાર્યકર્તાઓ ગાડીમાં લઈને આવ્યા. કોંગ્રેસને જાણ થતા તેઓ ઉમેદવારને લઈને જતા રહ્યા.
આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, આજે મામલતદાર ઓફિસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટીમ હાજર છે. અમારા આપના પણ ત્રણથી ચાર ઉમેદવારોને – આમ આદમી પાર્ટીના વાગેથા, ઉમરવા અને પોઈચા સીટના ઉમેદવારોને પણ તેમણે હાઇજેક કર્યા છે. ભાજપના ઉમેદવારોએ અન્ય પાર્ટીના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવાઅને લોભામણી જાહેરાતો કરવાનો સિલસિલો ક્યારથી શરૂ કર્યો છે? આ રાજનીતિ કઈ તરફ જઈ રહી છે?
આ સાથે તેમણે વધુમાં આક્ષેપ કર્યા કે, આમ આદમી પાર્ટીના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસમોકલવામાં આવી રહી છે અને રાજકીય પ્રેશર કરવામાં આવી રહ્યું છે. રાજપીપલા નગરપાલિકાના પણ વોર્ડનંબર ૪ના આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર અને વોર્ડ નંબર ૬ના પણ ૨ ઉમેદવારને આમ આદમી પાર્ટી દ્વારાઅજ્ઞાત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે.