‘કાશ છોકરાઓ માટે કાયદો હોત તો, હું આ પગલું ન ભરત’

Share this Article:

Last Updated on by Sampurna Samachar

એન્જિનિયર પતિએ પત્ની અને સાસરીયાના ત્રાસથી કર્યો આપઘાત

જો મને ન્યાય ન આપી શકો તો અસ્થિઓને ગટરમાં ફેંકી દેજો

(સંપૂર્ણ સમાચાર સેવા)

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઉત્તર પ્રદેશના ઈટાવામાં એન્જિનિયર મોહિત યાદવને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પોતાનુ જીવન ટુંકાવી દીધુ હતું. જ્યાં આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં મોહિતે કહ્યું કે, ‘કાશ! છોકરાઓ માટે પણ કોઈ કાયદો હોત… ‘ તેણે તેની પત્ની પર ગર્ભપાત કરાવવાનો અને દહેજના ખોટા આરોપ લગાવવાની ધમકી આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હકીકત એવી છે કે રેલ્વે સ્ટેશન નજીક આવેલી જોલી હોટેલના રૂમ નંબર ૧૦૧ માં દોરડાથી લટકતી હાલતમાં મળી આવેલા ઔરૈયા જિલ્લાના એન્જિનિયર મોહિત યાદવના આત્મહત્યા કેસમાં પોલીસને મૃતકના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળ્યો છે. આત્મહત્યા કરતા પહેલા મોહિતે રેકોર્ડ કર્યો હતો જેમાં તે કહી રહ્યો છે કે,‘ મારી પત્ની પ્રિયા યાદવ અને સાસરિયાઓના માનસિક ત્રાસને કારણે હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું.

મમ્મી પપ્પા મને માફ કરજો મોહિતે કહ્યું

વીડિયોમાં મોહિત એમ પણ કહી રહ્યો છે કે, ‘કાશ છોકરાઓ માટે કાયદો હોત તો, હું આ પગલું ન ભરત.‘ વીડિયોમાં તેણે પોતાનું દર્દ અને યાતના વ્યક્ત કરી અને કહ્યું કે, જ્યારે તમને આ વીડિયો મળશે, ત્યારે હું આ દુનિયા છોડીને જતો રહ્યો હોઈશ. મમ્મી-પપ્પા, મને માફ કરજો, હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શક્યો નહીં.

વીડિયોમાં મોહિતે એમ પણ કહ્યું હતું કે, ‘મારી પત્નીનું બિહારના સમસ્તીપુર જિલ્લામાં શિક્ષકની નોકરીમાં પસંદગી થઈ ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી. નોકરી મળતાં મારા સાસરિયાઓએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. અને તેના ઘરેણાં પણ છીનવી લીધા હતા. આ ઉપરાંત મારી પત્ની મારા પર ઘર અને મિલકત તેના નામે કરવા માટે મને દબાણ કરી કરતી હતી અને ઇનકાર કરવા પર તેણે આખા પરિવારને ખોટા દહેજના આરોપોમાં ફસાવવાની ધમકી આપી હતી.‘

તેણે એમ પણ કહ્યું કે, ‘અમે બંનેએ કોઈપણ માંગણી વિના પરસ્પર અમારી મરજીથી લગ્ન કર્યા હતા, અમે સાત વર્ષથી રિલેશનશિપમાં હતા, પત્નીના પિતા મનોજ કુમારે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી, પત્નીના ભાઈએ મને મારી નાખવાની ધમકી આપી.

મારી પત્ની મારી સાથે રહેતી વખતે મને માનસિક ત્રાસ આપવા લાગી, તેની બહેન પણ આમાં તેને સાથ આપતી હતી. લગભગ બે મિનિટ લાંબા આત્મહત્યાના વીડિયોમાં મનોજે ન્યાય માટે વિનંતી કરતાં કહ્યું કે, ‘જો મૃત્યુ પછી પણ મને ન્યાય ન મળે તો મારી અસ્થિઓને ગટરમાં ફેંકી દેજો.‘ પોતાના છેલ્લા શબ્દોમાં તેણે કહ્યું, ‘મમ્મી, પપ્પા, કૃપા કરીને મને માફ કરો. હું તમારી અપેક્ષાઓ પૂરી કરી શક્યો નહીં.‘

હાલમાં પોલીસે રૂમમાંથી મળેલો મોબાઈલ, વીડિયો અને દસ્તાવેજો કબજે કર્યા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે. આમ પોલીસ વીડિયો અને નિવેદનોના આધારે આત્મહત્યા પાછળના કારણોની પુષ્ટિ કરી રહી છે. અને સંબંધીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.