અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને વિવિધ શહેરો અને ગામોમાં મતદાતાઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચી રહ્યા છે અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કર્યુ છે. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ છે.

વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે રહીને મતદાન કરતા તેમણે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા.

આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે વિકાસને આગળ વધારવા માટે મતદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવી લોકોને સક્રિય ભાગ લેવા અપીલ કરી.

રાજ્યભરમાં આજે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે મતદાન યોજાઈ રહ્યું છે. સાથે જ કેટલીક નગરપાલિકાઓની પેટાચૂંટણીઓ પણ ચાલી રહી છે. કુલ મળીને હજારો બેઠકો માટે હજારો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે.

ચૂંટણી પહેલાંના પ્રચાર દરમિયાન કેટલાક વિસ્તારોમાં રાજકીય ગરમાવો અને વિરોધ પણ નોંધાયો હતો, જ્યારે ઘણી બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. કેટલીક નગરપાલિકાઓમાં તો ચૂંટણી પહેલાં જ જીત નક્કી થઈ ગઈ હતી. હાલના મતદાન દરમિયાન ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા હોવા છતાં મતદાતાઓમાં ઉત્સાહ ઘટાડો જોવા મળતો નથી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.