Last Updated on by Sampurna Samachar
રેકેટમાં મોટા માથાઓ સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ તેજ
આ દેહવ્યાપારમાં વિદેશી યુવતીઓ પણ હતી સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના લસકાણા-સીમાડા વિસ્તારમાં આવેલ એક હોટલ સન લાઈટમાંથી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ સરથાણા પોલીસે કર્યો છે. પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલ્યા અને ભાંડો ફૂટ્યો હતો.

મળતા રિપોર્ટ મુજબ સરથાણા પોલીસ મથકની નજીક આવેલી એક હોટલમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હતું જેમાં વિદેશી યુવતીઓ પણ સામેલ હતી. જ્યાં પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન થાઈલેન્ડની ૮ અને ૨ ભારતીય યુવતીઓ મળી આવી. જ્યાં તમામ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. આ હોટલના માલિક રોશન જીતેશ માવાણીની ધરપકડ કરવામાં આવી છે. હોટલના મેનેજર પ્રિન્સ વિજયભાઈ ભંડેરીને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
છેલ્લા છ મહિનામાં આ જ હોટેલ પર બીજી વખત દરોડો
આરોપીઓ થાઈ યુવતીઓ માટે ગ્રાહકો પાસેથી ૫૦૦૦ રૂપિયાની વસૂલાત કરતા હતા. ભારતીય યુવતીઓ માટે ૨૫૦૦ રૂપિયા વસૂલવામાં આવતા હોવાની વાત સામે આવી છે. અનૈતિક વ્યાપાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ રૂમો અને રિસેપ્શનના ડ્રોવરોમાંથી મોટા પાયે કોન્ડોમના પેકેટો પણ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનામાં આ જ હોટેલ પર બીજી વખત દરોડો પડ્યો છે. હોટલમાં અગાઉ પણ અનૈતિક પ્રવૃત્તિઓની ફરિયાદો સામે આવી હતી. હાઉસ કીપરને પંચ સાક્ષી બનાવી કાયદાકીય કાર્યવાહી મજબૂત કરવામાં આવી છે. આ રેકેટમાં અન્ય મોટા માથાઓ સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.