Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના ફાઇટર જેટ તહેનાત છે તે દેશમાં પહોંચ્યા અજિત ડોભાલ
અજિત ડોભાલે સાઉદીના ઊર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યાછે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારાઆપવામાં આવેલી માહિતી મુજબ, ૧૯ એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજિત ડોભાલે સાઉદીના ઊર્જામંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી.

આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચાકરવામાં આવી હતી.અજિત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમાપર છે. તાજેતરમાં જ અમેરિકન નેવીએ ઈરાનના એક જહાજને કબજે કર્યું છે, જેના જવાબમાં ઈરાને બદલોલેવાની ધમકી આપી છે.
સાઉદીનેતાઓ સાથેની મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે
બીજી તરફ, મંગળવારે વર્તમાન સીઝફાયર પૂરું થઈ રહ્યું છે, જેના કારણે આવિસ્તારમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અજિત ડોભાલની સાઉદીનેતાઓ સાથેની મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે.
આ પ્રવાસનું એક બીજું મહત્ત્વનું પાસું સાઉદી અરેબિયામાં પાકિસ્તાની ફાઇટર જેટ્સ અને સૈનિકોની તહેનાતીછે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા રક્ષા સમજૂતી મુજબ, જો સાઉદી પર હુમલો થાય તોપાકિસ્તાને તેની સુરક્ષા માટે યુદ્ધમાં ઉતરવું પડશે.
આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાનની સૈન્ય ગતિવિધિઓસાઉદીમાં વધી છે, ત્યારે ભારતીય દ્ગજીછનું ત્યાં પહોંચવું વૈશ્વિક રાજનીતિમાં મોટો સંકેત આપે છે. જાણકારોના મતે, આ મુલાકાત સાબિત કરે છે કે સાઉદી અરેબિયા પ્રાદેશિક શાંતિ અને ગોપનીય રાજદ્વારીવાટાઘાટો માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ત્યાંના પ્રવાહો પર ઝીણવટભરી નજર રાખીરહ્યું છે.