ચૂંટણી પ્રચારમાં ગરમાવો 

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોંગ્રેસભાજપના ઉમેદવારો વચ્ચે શાબ્દિક ફટકાબાજી

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

જામનગર મહા નગરપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર દરમિયાન રાજકીયપક્ષો વચ્ચે ટકરાવની ઘટનાઓ સામે આવી રહી છે.

શહેરના વોર્ડ નંબર ૧૦માં પ્રચાર દરમિયાન કોંગ્રેસનાઉમેદવારો અને ભાજપના મહિલા ઉમેદવાર વચ્ચે તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. સમગ્રઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો

મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર ૧૦ના કોંગ્રેસના ચારેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મત વિસ્તારમાંડોરટુડોર પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેઓ અજાણતા કે અન્ય કોઈ કારણસર ભાજપના એક મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મત માંગણી કરી હતી.

હરીફ પક્ષના ઉમેદવારોનેપોતાના આંગણે જો મહિલા ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ત્યાંથી જઈ રહેવા જણાવ્યું હતું.મહિલાઉમેદવાર દ્વારા પ્રતિકાર કરવામાં આવતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી.

થોડી ક્ષણો માટે મામલોબિચક્યો હતો અને વાતાવરણમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. જો કે, મામલો વધુ વણસે તે પહેલાંકોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ ત્યાંથી વિદાય લેવામાં સમજદારી દાખવી હતી.

પ્રચાર દરમિયાન થયેલી ચકમકનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વહેતો કરીદીધો છે. ચૂંટણીના માહોલમાં વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જો  કે, બાબતે હજુ સુધી કોઈ પક્ષદ્વારા પોલીસ ફરિયાદ કે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ પક્ષો વચ્ચેની સ્પર્ધા હવે રસ્તાઓ પર ટકરાવના રૂપે જોવા મળી રહી છે.

જામનગરના નાગરિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે લોકશાહીના પર્વમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેમાટે ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.