૭૦ પોલીસકર્મીનું દિલધડક ઓપરેશન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વર્ષની અપહૃત બાળકી ૩૬ કલાકમાં રતલામથી મળી

સમગ્ર કામગીરીમાં પોલીસની ત્વરિત કામગીરી, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ઇન્ટેલિજન્સનું ઉત્તમ સંકલન

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી માત્ર ત્રણ વર્ષની નિર્દોષ બાળકીના કેસમાં સુરત શહેરક્રાઇમ બ્રાન્ચે પ્રશંસનીય કામગીરી કરી છે. “ઓપરેશન મુસ્કાનહેઠળ માત્ર ૩૬ કલાકના નોનસ્ટોપ ઓપરેશનદ્વારા બાળકીને મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બાજના ગામમાંથી સલામત શોધી કાઢવામાં આવી છે. સમગ્ર કામગીરીમાં પોલીસની ત્વરિત કામગીરી, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ઇન્ટેલિજન્સનું ઉત્તમ સંકલન જોવા મળ્યું.

૨૦૨૧ તારીખની રાત્રે કાપોદ્રા વિસ્તારના નાના વરાછા ઢાળ પાસે આવેલા જાહેર શૌચાલયની બાજુમાં બ્રિજનીચે સૂઈ રહેલી માતા પાસેથી અજાણ્યા વ્યક્તિએ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીનામાતાપિતા મૂળ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાના આવળપરા ગામના રહેવાસી છે.

CCTV  હોવાથી પોલીસે સ્થાનિક લોકોની મદદ લીધી

પારિવારિક ઝઘડાનેકારણે માતા બાળકીને લઈને સુરત આવી હતી અને અહીં મજૂરી કરીને જીવન નિર્વાહ કરતી હતી. બનાવઅંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૩૭() હેઠળ ગુનોદાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવવામાં આવી. કુલ ૭૦ પોલીસકર્મીઓની ટીમ બનાવી સમગ્ર કેસ પર કામ શરૂ કરાયું.

સીસીટીવી ફૂટેજના આધારે મહત્વપૂર્ણ કડી મળી, જેમાં અપહરણકર્તા બાળકી સાથે સુરત રેલવે સ્ટેશન તરફ જતો અનેત્યાંથી દૌન્ડ એક્સપ્રેસમાં ઇન્દોર તરફ જતો જોવા મળ્યો હતો.

સુરતથી ઇન્દોર સુધીના ૧૦થી વધુ રેલવે સ્ટેશનો પર RPF અને  GRP  ની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. દરેક ટીમને બેબે સ્ટેશનોની જવાબદારી સોંપવામાં આવી હતી. રતલામ રેલવે સ્ટેશન પર તપાસ દરમિયાન  માં આરોપી બાળકીને લઈને બહાર નીકળતો દેખાયો હતો. ત્યારબાદ તે પેસેન્જર ટેમ્પો અને પછી બસદ્વારા બાજના ગામ તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું.

બાજના ગામે પહોંચ્યા બાદ ત્યાં CCTV  હોવાથી પોલીસે સ્થાનિક લોકોની મદદ લીધી હતી. એક જાગૃતમહિલા શાકભાજી વેચાણકર્તાએ મહત્વપૂર્ણ માહિતી આપી કે એક અજાણ્યો વ્યક્તિ બાળકીને અહીં છોડીગયો હતો અને તે અંગે સ્થાનિક પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.

માહિતીના આધારે ખાતરી કરતાં જણાયું કે બાળકી સુરતમાંથી અપહરણ થયેલી હતી. પોલીસે તરત બાળકીને કસ્ટડીમાં લઈ સુરત લાવવામાં સફળતા મેળવી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમોઅપહરણકર્તા આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ થાય તેવી શક્યતા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.