Last Updated on by Sampurna Samachar
પોલીસ અને શિક્ષકો વચ્ચે થયુ ઘર્ષણ
ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર ૧૬ માં દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ અંગકસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય શિક્ષકોને ટિંગાટોળી કરી પોલીસ વાનમાં લઈ જવાયા હતા.
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ૫૦૦ થી વધુ વ્યાયામ વીરો ૧૧ મહિનાના કરાર આધારીત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય શિક્ષકોને ટિંગાટોળી કરી પોલીસ વાનમાં લઈ જવાયા હતી.
૩૧૦૦ થી વધુ જગ્યાઓ ખાલી
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૫,૦૦૦ જેટલી ખાલી જગ્યાઓમાં બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન(BPE), BPED , MPED – MPE નો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતાં ૧,૭૦૦ ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા.
૧૪૬૫ ખેલ સહાયકોને રિન્યુ કર્યા હતા. જ્યારે ૩૧૦૦ થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે.