ભારતના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે ગુજરાત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બે નવા પ્રોજેક્ટમાં લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ

અત્યાર સુધી સરકારે કુલ ૧૦ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્ર સરકારે ઈન્ડિયા સેમીકંડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકંડક્ટર એકમની સ્થાપનાને મંજૂરી આપી છે. આ પગલું ન માત્ર ભારતના ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂતી પ્રદાન કરશે, પરંતુ આગામી પેઢીની ડિસ્પ્લે ટેક્નોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની ઉપસ્થિતિ વૈશ્વિક પલટ પર નોંધાવશે. આ બંને પરિયોજનાઓમાં લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકારે કુલ ૧૦ સેમીકંડક્ટર એકમોને મંજૂરી આપી છે. તેમાંથી માઇક્રોન ટેક્નોલોજી અને કેન્સ ટેક્નોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે.

આશરે ૬૩૦ લોકોને મળશે રોજગાર

સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની ૩૦૬૮ કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટીગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકંડક્ટર અને એડવાન્સ પેકેજિંગ‘ સુવિધાને મંજૂરી આપી છે. આ એકમ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે આ ગેલિયમ નાઇડ્રાઇડ ચિપ્સનું નિર્માણ કરશે, જે મિની અને માઇક્રો એલઈડી ડિસ્પ્લે માટે જાણીતી છે.

તેની વાર્ષિક ક્ષમતા ૭૨૦૦૦ વર્ગ મીટર ડિસ્પ્લે પેલન અને ૨૪૦૦૦ સેટ ઇય્મ્ ય્ટ્ઠદ્ગ ચિપ્સની હશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો એલઈડી ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશોની સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું રણનીતિક સમર્થન હાસિલ છે.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની યોજનાને મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે તેને રણનીતિક દાવ ગણાવ્યો છે. વર્તમાનમાં વૈશ્વિક ડિસ્પ્લે ઈન્ડસ્ટ્રી એક મોટા ફેરફારના સમયમાંથી પસાર થઈ રહી છે. દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ એલસીડી બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણની મદદથી આ ક્ષેત્રમાં પોતાની પકડ બનાવી લીધી છે.

દુનિયા માઇક્રો એલઈડી તરફ વધી રહી છે. માઇક્રો એલઈડીમાં પિક્સેલનો આકાર ઝડપથી નાનો થઈ રહ્યો છે. તેનો આકાર પહેલા ૩૦૦ માઇક્રોન હતો, હવે ૧૦૦ માઇક્રોનથી નીચે અને કેટલાક શ્રેષ્ઠ મામલામાં ૫૦ માઇક્રોન સુધી પહોંચી ગયો છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જ્યારે તકનીક બદલે છે તો નવા ખેલાડીની પાસે નેતૃત્વ સ્થાપિત કરવાની સૌથી સારી તક હોય છે. જો ભારત શરૂઆતી તબક્કામાં પોતાની પકડ મજબૂત કરે તો તે આવનાર દાયકાઓ સુધી વૈશ્વિક બજારનું નેતૃત્વ કરી શકે છે.

ગુજરાતના સુરત શહેરમાં સુચી સેમીકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓસૈટ સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. ૮૬૮ કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકંડક્ટર વેલ્યુ ચેનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં લીડ ફ્રેમ અને વાયર-બોન્ડ પેકેજિંગ તકનીકનો ઉપયોગ કરી ચિપ્સની એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે.

આ યુનિટ કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહન, ઓટોમોટિવ સિસ્ટમ અને નવીન ઉર્જા જૈવા ક્ષેત્રોની જરૂરિયાતને પૂર્ણ કરશે. તેની વાર્ષિક ક્ષમતા ૬૭૩ મિલિયન સ્મોલ આઉટલાઇન ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ અને ૩૬૦ મિલિયન ટ્રાન્ઝિટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી આશરે ૬૩૦ લોકોને રોજગાર મળશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.