Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં રૂ. ૧૨, ૦૯૫ કરોડનું GST કલેક્શન નોંધાયુ
GST થી સરકારની આવક ધીમા ધોરણે સતત વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ છે. GST કલેક્શન આ વર્ષે એપ્રિલમાં રૂ. ૨.૩૭ લાખ કરોડની રેકોર્ડ બ્રેક સપાટીએ નોંધાયુ છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૬ ટકાનો ઉછાળો દર્શાવે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, ૨૦૨૫માં રૂ. ૨.૩૭ લાખ કરોડનું ઓલટાઈમ હાઈ GST કલેક્શન નોંધાયુ છે. જે ગતવર્ષે સમાન ગાળામાં રૂ. ૨.૧૦ લાખ કરોડ હતું. જ્યારે માર્ચ, ૨૦૨૫માં રૂ. ૧.૯૬ લાખ કરોડ નોંધાયુ હતું.
જુલાઈ, ૨૦૧૭માં અમલી બનેલા GST થી સરકારની આવક ધીમા ધોરણે સતત વધી છે. અગાઉ એપ્રિલ ,૨૦૨૪માં રેકોર્ડ રૂ. ૨.૧૦ લાખ કરોડનો GST નોંધાયો હતો. આ વર્ષે એપ્રિલમાં રિફંડ બાદ નેટ GST કલેક્શન ૯.૧ ટકા વધી એપ્રિલમાં રૂ. ૨.૦૯ લાખ કરોડ નોંધાયુ હતું.
મિઝોરમમાં સૌથા ઓછો GST ગ્રોથ
રાજ્યવાર GST કલેક્શનને ધ્યાનમાં લઈએ તો લક્ષદ્વીપમાં સૌથી વધુ ૨૮૭ ટકાનો ગ્રોથ નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો હતો. ગતમહિને માર્ચમાં ગુજરાતમાં રૂ. ૧૨૦૯૫ કરોડનું GST કલેક્શન નોંધાયુ હતું. જે એપ્રિલમાં ૧૩ ટકા વધી રૂ. ૧૪,૯૭૦ કરોડ નોંધાયુ છે.
નોંધનીય છે, મિઝોરમમાં સૌથી ઓછો ૨૮ ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. ભારતમાં વિવિધ ગુડ્સ અને સર્વિસિઝ પર ચાર સ્લેબમાં GST વસૂલાય છે. જેમાં ૫ ટકા GST, ૧૨ ટકા GST, ૧૮ ટકા GST અને ૨૮ ટકા GST સામેલ છે. દેશમાં જુલાઈ, ૨૦૧૭માં GST લાગુ થયા બાદ GST કાઉન્સિલ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ પર GST રેટમાં ઘણીવાર સંશોધન કરવામાં આવ્યા છે.