દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વેના બ્રિજમાં ગાબડું !!

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કરોડોના ખર્ચે બનેલા હાઈવેની નબળી ગુણવત્તા

વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભરૂચના અંકલેશ્વર નજીક દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજમાં મોટું ગાબડું પડ્યું હોવાનુ સામે આવ્યુ છે. માહિતી મુજબ અડોલ અને પીલુદરા ગામ વચ્ચે બનેલી આ ઘટનામાં એક ટ્રક પલટી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કરોડોના ખર્ચે બનેલા આ આધુનિક હાઇવેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેનાથી વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ હાઈ-સ્પીડ એક્સપ્રેસ વે પર આવેલા બ્રિજ પર અચાનક મોટું ગાબડું પડી જતાં ટ્રક પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર દોડતા વાહનોની સુરક્ષા અને કરોડોના ખર્ચે બનેલા રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આધુનિક હાઇવે પર આવી નબળી ગુણવત્તાવાળુ કામ

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના અંકલેશ્વર નજીક આવેલા અડોલ અને પીલુદરા ગામની વચ્ચેથી પસાર થતા એક્સપ્રેસ હાઇવેના સેક્શન પર બની હતી. હાઈવે પરના બ્રિજ પર અચાનક ગાબડું પડી ગયું હતું. આ દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રકચાલકને રસ્તા પરના આ અણધાર્યા ગાબડાનો અંદાજ આવ્યો ન હતો, જેના કારણે ટ્રકનું સંતુલન બગડ્યું હતું અને ટેમ્પો હાઈવે પર જ ધડાકાભેર પલટી મારી ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. નોંધનીય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એ ભારતનો સૌથી આધુનિક હાઈવે ગણાય છે, ત્યારે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં પણ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.