Last Updated on by Sampurna Samachar
વિધર્મીએ લગ્નની લાલચ આપી સુરતની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી
યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેરલમના યુવક હિશામ મુનીરની ધરપકડ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના પુણા વિસ્તારની એક યુવતી ઓનલાઈન ગેમ ‘ફ્રી ફાયર‘ અને ‘પબજી‘ રમવાની શોખીન હતી. આ ગેમરમતી વખતે તેની મુલાકાત કેરલમના વતની હિશામ મુનીર નામના યુવક સાથે થઈ હતી. ગેમ રમતા–રમતા બંનેવચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે–ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીયુવતીને લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો.પ્રેમ સંબંધ બાંધ્યા બાદ યુવતી કેરલમ ખાતે પીજીમાં રહેવા માટે જઇરહી હતી. આ દરમિયાન આરોપી હિશામ મુનીરે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વારંવારશારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સતત શોષણને કારણે યુવતી ગર્ભવતી બની હતી. જેવી યુવતીએ ગર્ભવતીહોવાની અને લગ્ન કરવાની વાત કરી, આરોપી હિશામ પોતાનો અસલી ચહેરો બતાવી તેને નિરાધાર હાલતમાં તરછોડીને ફરાર થઈ ગયો હતો.
પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને અન્યાય સામે લડવા યુવતીએ સુરત પરત આવી પુણા પોલીસ મથકમાંઆરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાનકર્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેરલમના યુવક હિશામ મુનીરની ધરપકડ કરી છે અને તેનીસામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.