SEBI  પૂર્વ પ્રમુખ માધવી પૂરી બુચને મળી ક્લિન ચીટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટને આધારે થઇ હતી ફરિયાદ

આરોપો અંદાજ આધારિત ગણાવી ક્લિનચીટ

(સંપૂર્ણ સમાચાર સેવા)

SEBI  ના પૂર્વ ચેરમેન માધબી પુરી બુચ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરીને લોકપાલે તેમને ક્લિનચીટ આપી દીધી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતા ધરાવતી છ સભ્યોની બનેલી લોકપાલ ખંડપીઠે જણાવ્યું છે કે ‘માધબી પુરી બુચ પરના આરોપો ફક્ત અંદાજ આધારિત છે, જેના કોઇ મજબૂત પુરાવા નથી. તેમની સામેની ફરિયાદ હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટને આધારે કરાઈ હતી, પરંતુ કાર્યવાહી કરવા માટે આ રિપોર્ટ અપૂરતો છે. તેમની સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ જ પુરાવા નથી.

આ કેસની વિગત એવી છે કે,  હિંડનબર્ગ રિપોર્ટમાં પૂર્વ સેબી ચેરમેન પર અદાણી જૂથ સાથે ગેરકાયદે આર્થિક જોડાણો હોવાનું કહેવાયું હતું. તેમના પર આરોપ હતો કે, સેબીમાં માધબી પુરી બુચનો કાર્યકાળ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી હતો. આ દરમિયાન તેમણે IPO  થી લઈને સ્ટોક અને F & O ને લગતા અનેક નિયમો લાગુ કર્યા હતા.

સેબી અને અદાણી જૂથ વચ્ચે ગેરકાયદે આર્થિક જોડાણો

આ ગાળામાં અદાણી જૂથ પર અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. ત્યાર પછી કંપનીના શેરમાં કડાકો બોલી ગયો હતો. આ ઘટનાના થોડા સમયમાં હિંડનબર્ગે માધબી પુરી બુચ પર વિરુદ્ધ એક રિપોર્ટ જારેર કર્યો હતો, જેમાં તેમના પર ભ્રષ્ટાચાર અને અદાણી જૂથ સાથે ગેરકાયદે આર્થિક જોડાણના આરોપ લગાવાયા હતા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ હિન્ડનબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, અદાણી જૂથના વિદેશી ફંડમાં સેબી ચેરમેન માધવી પુરી બુચ અને તેમના પતિનો હિસ્સો છે. સેબી અને અદાણી જૂથ વચ્ચે ગેરકાયદે આર્થિક જોડાણો છે.

આ આરોપો માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે ફગાવી દીધા હતા.  નોંધનીય છે કે, માધબી પુરી બુચ ૨૦૧૭માં સેબીમાં જોડાયા હતા અને માર્ચ ૨૦૨૨ માં તેઓ સેબીના ચેરમેન બન્યા હતા. હાલ તેઓ આ હોદ્દા પરથી નિવૃત્ત થઈ ગયા છે અને હાલ આ સ્થાને તુહિન કાંત પાંડે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.