રૂપિયા માંગતા પૂર્વ સાંસદે આપી ધમકી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ચૂંટણી ટાણે ૭૫ ગામના લોકોને કરાવેલા નાસ્તો, ભોજનનુ બિલ બાકી

લોકસભા ચૂંટણી સમયે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરે કેટરર્સ સાથે ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર અને તેમની દિકરી જેની ઠુમ્મર સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પારસ તળાવિયાએ અરજી આપીને યોગ્ય કાર્યવાહી માટેની માંગ કરી છે. લોકસભા ચૂંટણી સમયે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરે, તેમના કેટરર્સ સાથે લાખ્ખોની ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે

ઘટના અંગે એવી માહિતી સામે આવી છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન વિવિધ ગામોમાં યોજાયેલા જમણવાર અને નાસ્તાની વ્યવસ્થા માટે કેટરિંગનો મોટો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આશરે ૭૫ ગામોમાં જમવા અને નાસ્તાની વ્યવસ્થા કરાવવામાં આવી હતી, જેના બદલામાં કુલ રૂપિયા ૬.૯૬ લાખની રકમ બાકી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી પારસ તળાવિયાનો આક્ષેપ છે કે, વિરજી ઠુમ્મર પાસે અનેક વખત પૈસા માંગવા છતાં ચૂકવણી કરવામાં આવી નથી. વધુમાં, પૈસા માગતા તેમને ગાળાગાળી કરવામાં આવી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.

આ સમગ્ર મામલે પારસ તળાવિયાએ અમરેલી પોલીસ સ્ટેશનમાં. FIR નોંધાવવા માટે એક અરજી દાખલ કરાવી છે. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો  આક્ષેપો સાચા સાબિત થાય તો આ મામલો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની શકે છે. પોલીસ સૂત્રો મુજબ, તમામ પાસાઓની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.