Last Updated on by Sampurna Samachar
‘ ધ ડાહલિયા’ ને ભારતનો સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ
શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને ગુરુગ્રામમાં DLF ના સુપર લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટમાં ૬૯ કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. એક અહેવાલ પ્રમાણે ગત વર્ષે ઓગસ્ટમાં DLF એ હરિયાણાના ગુરુગ્રામમાં DLF ફેઝ ૫ માં ૧૭ એકરનો હાઉસિંગ પ્રોજેક્ટ ધ દહલિયાસ શરૂ કર્યો હતો. જેમાં ૪૨૦ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ સામેલ છે. શિખર ધવન (Shikhar Dhawan)નો એપાર્ટમેન્ટ આનો જ હિસ્સો છે. ધવને ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર DLF ના નવીનતમ સુપર-લક્ઝરી પ્રોજેક્ટ ધ ડાહલિયાસમાં ૬,૦૪૦ ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
મળતા રિપોર્ટ પ્રમાણે ગબ્બરના આ એપાર્ટમેન્ટની કિંમત ૬૫.૬૧ કરોડ છે અને સ્ટેમ્પ ડ્યુટી ૩.૨૮ કરોડ છે. આમ કુલ કિંમત લગભગ ૬૯ કરોડ છે. ‘ ધ ડાહલિયા’ ને ભારતનો સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ગોલ્ફ કોર્સ રોડ, DLF ફેઝ-૫માં સ્થિત છે.
આયર્લેન્ડની સોફી શાઈન સાથે રિલેશનશિપમાં
તમને જણાવી દઈએ કે, ધવને ઓગસ્ટ ૨૦૨૪માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બીજી તરફ ધવનની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તે આયર્લેન્ડની સોફી શાઈન સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વખત સોફી શાઈન સાથે જોવા મળ્યો છે. સોફીએ બંને વચ્ચેના સંબંધ પર મહોર પણ લગાવી દીધી છે. સોફીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવન સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું હતું, માય લવ.