Last Updated on by Sampurna Samachar
અંબાણી પરિવારે સિંગર રિહાનાનું કર્યું ભવ્ય સ્વાગત
અંબાણી ફેમિલીએ રિહાના અને તેના સાથે આવેલા લોકોને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંબાણી ફેમિલીએ રિહાના અને તેના સાથે આવેલા લોકોને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું હતું.

આ દરમિયાન ઈશા અંબાણી, શ્લોકા, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ તેનું સ્વાગત કર્યું. રિહાના માટે કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું.
ઈશા અંબાણીએ રિહાનાનું ભવ્ય સ્વાગત કર્યું
રિહાનાએ પણ આ દરમિયાન ખૂબ જ મજા માણી. તેણે રાધિકા સાથે ફુગડી ડાન્સ પણ કર્યો. જેની સુંદર તસવીરો સામે આવી છે. ઈશા અંબાણીએ રિહાનાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા મર્ચન્ટ પણ તેની સાથે જોવા મળી.ત્રણેય મહિલાઓ એકસાથે ઘણી ખુશ જોવા મળી હતી. અંબાણી પરિવારે રિહાના અને તેના મહેમાનો પર ફૂલોનો વરસાદ કર્યો હતો.
જેને જોઈને રિહાના રાજીની રેડ થઈ ગઈ હતી. તે પોતે પણ પરફોર્મ કરનાર લોકો પર ફૂલોનો વરસાદ કરતી જોવા મળી.આ દરમિયાન ઈશા અંબાણીએ પણ તેનો સાથ આપ્યો હતો. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ અને રિહાનાએ એકબીજા સાથે આનંદની કેટલીક ક્ષણો પસાર કરી હતી.
બંનેએ સાથે ફોટો માટે પોઝ આપ્યા હતા. આ દરમિયાન રિહાના ભારતીય નૃત્ય, સંસ્કૃતિ અને કળામાં ઓતપ્રોત જોવા મળી હતી.જણાવી દઈએ કે, રિલાયન્સ રિટેલએ રિહાનાને ભારતમાં ફેન્ટી બ્યૂટી લોન્ચ કરવા માટે બોલાવી હતી.
રિહાના ફેન્ટી બ્યૂટી લોન્ચ દરમિયાન શાનદાર લુક્સમાં જોવા મળી હતી. તેના લુક્સમાં વેસ્ટર્ન સ્ટાઇલ અને ભારતીય કારીગરીનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું.આ પહેલા, રિહાનાએ ફેન્ટી બ્યુટી પોપ-અપ પછી મુંબઈમાં એક ધમાકેદાર આફ્ટરપાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં તે કસ્ટમ બ્લેક અલાયા ડ્રેસમાં ડીજે પાસે ડાન્સ કરતી જોવા મળી હતી.
આ પાર્ટીમાં જાહ્નવી કપૂર, મનીષ મલ્હોત્રા અને ઓરી પણ હાજર રહ્યા હતા.સોશિયલ મીડિયા પર્સનાલિટી ઓરી આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેણે એક મજેદાર રીલ શેર કરી હતી, જેમાં પાર્ટીની ઝલક જોવા મળી હતી. આ વીડિયોમાં જાહ્નવી કપૂર અને મનીષ મલ્હોત્રા સાથે મસ્તીભરી ક્ષણો પસાર કરી હતી.
અન્ય એક વીડિયોમાં રિહાના ડીજે બૂથ પાસે ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યાં તે સંપૂર્ણ રીતે રિલેક્સ લાગી રહી હતી. બ્લેક આઉટફિટમાં રિહાનાએ પાર્ટીમાં જબરદસ્ત એનર્જી લાવી હતી. તેમના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા.