પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં

વખતે બરફથી બનેલું શિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પવિત્ર અમરનાથ યાત્રા ૨૦૨૬ ની સત્તાવાર શરૂઆતને હજુ વાર છે, પરંતુ પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીનીપ્રથમ તસવીર સામે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વખતે બરફથી બનેલુંશિવલિંગ અત્યંત ભવ્ય અને પૂર્ણ આકારમાં જોવા મળ્યું છે, જેને ભક્તો અત્યંત શુભ સંકેત માની રહ્યા છે.

વર્ષ ૨૦૨૬ માં અમરનાથ યાત્રાનો પ્રારંભ અને અંતની તારીખો જાહેર થઈ ચૂકી છે. જુલાઈ ૨૦૨૬ થી યાત્રાનોપ્રારંભ થશે. ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ રક્ષાબંધનના દિવસેના દિવસે યાત્રાની પુર્ણ થશે. પવિત્ર યાત્રા કુલ ૫૭દિવસ સુધી ચાલશે.

ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત કઠિન

યાત્રામાં જોડાવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન એટલે કે નોંધણીની પ્રક્રિયા ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી શરૂકરવામાં આવશે. ભક્તો વિવિધ માધ્યમોથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવારવેબસાઈટ દ્વારા. પંજાબ નેશનલ બેંક, SBI અને જમ્મુકાશ્મીર બેંકની નિયુક્ત શાખાઓ દ્વારા.

માન્યતા છે કે, પવિત્ર ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું, તેથી સ્થાનનું નામ અમરનાથ પડ્યું છે. અહીં બરફનું શિવલિંગ કુદરતી રીતે બને છે અને તે ચંદ્રના કદ મુજબ વધઘટથાય છે,જે વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન કરવાથી તમામ પાપોનો નાશથાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અમરનાથ યાત્રા ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત કઠિન માનવામાં આવે છે. પહાડી રસ્તાઓ, કાતિલ ઠંડી અનેઓક્સિજનની અછત છતાં દર વર્ષે લાખો ભક્તો બાબા બરફાનીના દર્શને પહોંચે છે. શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો માટે મેડિકલ સુવિધાઓ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.