હાર્ટ અટેકથી મોતની આશંકા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

આણંદના સાંસેજમાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવી રહેતા કર્મચારીનું મૃત્યુ

કર્મચારી અમિત સોલંકીનું મૃત્યુ થયું છે : ફરજ દરમિયાન અમૃત સોલંકી એકદમ અચાનક જ ઢળી પડ્યાં હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે એટલે કે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યં છે.

મતદાન દરમિયાન આણંદના સાંસેજમાંથી એક દુ:ખદ સમચારા સામે આવ્યાં છે. આણંદના સાંસેજમાં બુથ નં.૧ના કર્મચારી અમિત સોલંકીનું મૃત્યુ થયું છે. ફરજ દરમિયાન અમૃત સોલંકી એકદમ અચાનક જ ઢળી પડ્યાં હતા. હાર્ટ અટેકના કારણે મોત થયાની આશંકા સેવાઇ રહી છે. મૃતદેહને PM માટે તારાપુર સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે, મૃતક અમિત સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા.

પોલીસ જવાને ધ્યાને લીધી અને યુવકને પોતાનો અધિકાર અપાવ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનમાં દિવ્યાંગજનોએ પણ મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી છે. અમદાવાદના ઇલાબા ઝાલા નામના ૭૦ વર્ષિય વૃદ્ધા પેરાલિસિસ હોવા છતા પણ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજકોટના ધોરાજીના ઝાંઝમેર ખાતે એક દિવ્યાંગ યુવકે વ્હીલચેર પર મતદાન મથકે પહોંચીને એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. ગાંધીનગરના કલોલના પોલિયોગ્રસ્ત દંપત્તીએ પુત્રી સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દિનેશભાઈ અને મોનાબેનનું કહેવું છે કે, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે શારીરિક ક્ષમતા નહીં, પણ મજબૂત ઈચ્છાશક્તિની જરુર હોય છે.

નવસારીમાં પોલીસે પણ પોતાની ઉમદા ફરજ બજાવી. વૃદ્ધો અને દિવ્યાંગજનોને સહારો આપીને મતદાન મથક સુધી પહોંચાડ્યા. નાગરિકોની પડખે ઉભા રહી ખાખીધારીઓએ નાગરિકોને પોતાના મતાધિકાર મેળવવામાં મદદ કરી..

કચ્છના એક દિવ્યાંગ યુવકને તેડીને પોલીસ બૂથ સુધી લઇ ગઇ હતી અને વોટિંગ કરાવ્યું હતું. આ યુવક શારીરિક દિવ્યાંગતાના કારણે મત આપવાથી વંચિત ન રહી જાય તે બાબત પણ પોલીસ જવાને ધ્યાને લીધી અને યુવકને પોતાનો અધિકાર અપાવ્યો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.