Last Updated on by Sampurna Samachar
સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ટક્કરમાં ૧૧ લોકોના કરૂણ મોત
૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે :આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં આજે સોમવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુરબાડવિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૩લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે અંદાજે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ મુરબાડના ગોવિલી ગામમાં આવેલા રૈતા પુલ પર બની હતી. એક વાન અને સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સરવચ્ચે સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાનમાં સવાર ૧૧ મુસાફરોએ ઘટનાસ્થળે જ દમ તોડીદીધો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, બચાવ દળ અને તબીબી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળેપહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા ૩ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાછે. અકસ્માત રૈતા પુલ પર થયો હોવાથી ત્યાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્તવાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસ હાલમાં આ મામલેવધુ તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.