Last Updated on by Sampurna Samachar
ભારતીય નાગરિકો માટે ઈમિગ્રેશન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યા
છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાના વિઝા મેળવવાની પ્રક્રિયા વધુને વધુ જટિલ અને સમય માંગી લે તેવી બની ગઈ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડા જવાની ઈચ્છા ધરાવતા ભારતીય નાગરિકો માટે ઈમિગ્રેશન વિભાગ તરફથી રાહતના સમાચાર આવ્યાછે. કેનેડાની સત્તાવાર ઇમિગ્રેશન એજન્સી, ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા દ્વારાજાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા દર્શાવે છે કે વિવિધ વિઝા શ્રેણીઓ માટેના પ્રોસેસિંગ સમયમાં નોંધપાત્રઘટાડો થયો છે. આ સુધારો ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન સાબિતથશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાના વિઝા મેળવવાની પ્રક્રિયા વધુને વધુ જટિલ અને સમય માંગી લે તેવી બની ગઈહતી. પરંતુ નવા ડેટા મુજબ, ભારતમાંથી વિઝિટર વિઝા માટેનો પ્રોસેસિંગ સમય અગાઉના ૩૭ દિવસથી ઘટીનેહવે માત્ર ૨૩ દિવસ થઈ ગયો છે. આનો અર્થ એ છે કે ભારતીય મુલાકાતીઓને હવે પહેલા કરતા લગભગ બે અઠવાડિયા વહેલા વિઝા મળી શકશે.
શૈક્ષણિક સત્રો માટે વધુ સારી તૈયારી કરી
એ જ રીતે, કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ભારતીયવિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટનો સમય પણ ૪ અઠવાડિયાથી ઘટાડીને ૩ અઠવાડિયા કરવામાં આવ્યો છે. આઝડપી પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક સત્રો માટે વધુ સારી તૈયારી કરી શકશે અને અંતિમ સમયેથતી દોડધામથી બચી શકશે.
વર્ક પરમિટ શ્રેણીમાં ચિત્ર થોડું અલગ છે. ભારત માટે વર્ક પરમિટ પ્રોસેસિંગનો સમય ૭ અઠવાડિયાથીવધીને ૮ અઠવાડિયા થયો છે. બીજી તરફ, સુપર વિઝા (માતા–પિતા અને દાદા–દાદી માટે) ની શ્રેણીમાં મોટોઘટાડો જાેવા મળ્યો છે. ભારત માટે આ સમય ૨૦૨ દિવસથી ઘટીને ૧૮૨ દિવસ થયો છે.
વૈશ્વિક પ્રભાવ
માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ સકારાત્મક ફેરફારો થયા છે:
પાકિસ્તાન: વર્ક પરમિટના સમયમાં મોટો ઘટાડો (૨૯ અઠવાડિયાથી ૧૬ અઠવાડિયા) થયો છે.
અમેરિકા: યુનાઇટેડ સ્ટેટ્સથી વર્ક પરમિટ હવે ૮ ના બદલે ૭ અઠવાડિયામાં મળશે.
નાઇજીરીયા અને ફિલિપાઇન્સ: આ દેશો માટે પણ સ્ટડી અને વિઝિટર વિઝા પ્રોસેસિંગ વધુ ઝડપી બની છે.