બિહારમાં મતદાર યાદીને લઇ ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મતાદાર ગણતરી ફોર્મ જમા કરવાની કામગીરી છેલ્લા તબક્કામાં

સમયમર્યાદા પહેલા કામગીરી પૂર્ણ થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા છે. ચૂંટણી પંચના સૂત્રોના દાવા અનુસાર, બિહારમાં SIR દરમિયાન ઘરે-ઘરે જઈને જઈને દસ્તાવેજ ભેગા કરી રહેલા બૂથ લેવલ ઓફિસર (BLO) ને મોટી સંખ્યામાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે આવેલા લોકો મળ્યા છે.

ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે, પહેલી ઓગસ્ટ ૨૦૨૫ બાદ યોગ્ય તપાસ બાદ તેમના નામ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના દિવસે જાહેર થનારી અંતિમ યાદીમાં સામેલ નહીં કરવામાં આવે. આશા છે કે,  ૩૦ સપ્ટેમ્બર બાદ ચૂંટણી પંચ આ સંખ્યાના આંકડા પણ જાહેર કરે. બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હેઠળ મતાદાર ગણતરી ફોર્મ જમા કરવાનું કામ છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે.

મતદારની ફાઇનલ યાદી ૩૦ સપ્ટેમ્બરે જાહેર થશે

અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ મતદારોએ પોતાના વિશે જરૂરી જાણકારી એટલે કે, નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, મતદાર કાર્ડ નંબર સહિતની માહિતી દાખલ કરી ફોર્મ જમા કરાવી દીધા છે. જોકે, આયોગે આ કામ માટેની છેલ્લી તારીખ ૨૫ જુલાઈ નક્કી કરી છે. પરંતુ સમયમર્યાદા પહેલાં જ આ કામ પૂરૂ થઈ જવાની સંભાવના છે.

પહેલી ઓગસ્ટે જાહેર થતી મતદારોની ડ્રાફ્ટ યાદીમાં જે લોકોનું નામ નથી આવતું તેઓ ક્રમશ: મતદાર રજિસ્ટ્રેશન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અથવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી પોતાના પ્રમાણપત્ર સાથે દાવો કરી શકે છે. મતદારની ફાઇનલ યાદી ૩૦ સપ્ટેમ્બરે જાહેર થશે.

આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી રંચ જણાવે છે કે, ૮૦ ટકામાંથી મોટાભાગના ફોર્મ ભરાઈ ગયા છે. અમારા લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરવામાં આવ્યા. ચૂંટણી પંચે જણાવવું જોઇએ કે, તમારો જે દાવો છે કે, ૮૦ ટકાથી વધુ ફોર્મ ભરાઈ ગયા તે હકીકત છે કે શું છે? ચૂંટણી પંચ એ નથી જણાવતું કે, જે ફોર્મ ભરવામાં આવ્યા છે, તેમાં કેટલા ચકાસેલા અને અસલી છે.

ફીલ્ડથી અમને લોકોને જણાવવામાં આવ્યું કે, મતદારોને જાણકારી પણ નથી કે, તેમના ફોર્મ ભરાઇ ગયા છે. ચૂંટણી પંચનો દાવો જમીની હકીકતથી વિપરિત છે. સુપ્રીમ કોર્ટની આધાર કાર્ડ અને રાશન કાર્ડની સલાહ છતા ચૂંટણી પંચે હજુ સુધી દસ્તાવેજોને લઈને સંશોધન નથી કર્યું. નાગરિક, બધા જ મૂંઝવણમાં છે. ચૂંટણી પંચ નકલી અપલોડિંગ સૂચનાઓ પર ચૂપ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.