૨૦૨૬ ના અંત સુધી અલ નીનો સક્રિય થવાનું છે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અલ નીનો અનેક દેશોના હવામાનમાં ઉથલપાથલ કરશે

કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ તો કેટલાક વિસ્તારોમાં તબાહીવાળો વરસાદ.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પહેલા તો એ જાણવું જરૂરી છે કે અલ નીનો શું છે. અલ નીનો એક કુદરતી મોસમી ઘટના છે. જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં હોય છે. અલ નીનો પ્રશાંત મહાસાગરમાં પાણી ગરમ હોવાની સ્થિતિ છે. સામાન્ય દિવસોમાં સમુદ્રનું પાણી ઠંડું રહે છે, પરંતું અલ નીનોમાં મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના પાણીનું તાપમાન વધી જાય છે. ગરમી ૦.૫ ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે. અલ નીનો ચોમાસાની હવાઓને નબળી બનાવી દે છે. જેનાથી ભારતમાં ઓછો વરસાદ થાય છે.

 

ઓસ્ટ્રેલિયાના હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, હાલમાં ચાલી રહેલ ઠંડા લા નીનાની સ્થિતિ હવે સમાપ્ત થવા આવી રહી છે. તેનાથી પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય સ્તર પર પહોંચવા અને આગળ ચાલીને ગરમ અલ નીનોની સ્થિતિમાં બદલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકાના મોસમ વિભાગનું અનુમાન છે કે, ૨૦૨૬ ના મધ્યથી અલ નીનો શરૂ થવાના લગભગ ૬૬ ટકા શક્યતા છે. જે વર્ષના અંત સુધી ચાલુ રહેશે.

સમુદ્રી તાપમાન બદલવાના લાંબા સમય બાદ આ અસર જોવા મળી.

અલ નીનોના સક્રિય થવાથી વૈશ્વિક તાપમાનમાં ૦.૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. પ્રશાંત મહાસાગરનું તપમાન સામાન્યથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ ગયુ તો તે મજબૂત અલ નીનો હોવાનું માનવામાં આવશે. વર્ષના અંતમાં આ મજબૂત ચરણની શક્યતા અંદાજે ૩૩ ટકા વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે વૈશ્વિક તાપમાન વધી શકે છે. તેના કારણે યુનાઈટેડ કિંગડમમાં શિયાળામાં વધારે ઠંડી પડી શકે છે. અલગ અલગ વિસ્તારોમાં તેની અસર અલગ અલગ અનુભવાશે. પરંતું કુલ મળીને તાપમાન વધવાની પણ શક્યતા છે.

 

ગત વખતે વર્ષ ૨૦૧૫-૧૬ માં આવનારા શક્તિશાળી અલ નીનોએ પૃથ્વીના તાપમાનને રેકોર્ડ સ્તર પર પહોંચાડી દીધું છે. ઉત્તર ધ્રુવીય ક્ષેત્રમાં બરફ પીગળ્યો હતો, અને સમુદ્રી તાપમાન વધ્યો હતો. વૈજ્ઞાનિક એ જ પેટર્ન ફરી આવશે તેવા સંકેતના ભણકારા છે.

યુનાઈડેટ કિંગડમ હવામાન ઓફિસ અનુસાર, પ્રશાંત મહાસાગરના ગરમ થવાથી બ્રિટનનો શિયાળો સામાન્ય કરતા વધુ ઠંડો બની જશે. જો કે, આ પ્રભાવમાં મોડું પણ થઈ શકે છે. સમુદ્રી તાપમાન બદલવાના લાંબા સમય બાદ આ અસર જોવા મળી શકે છે.

અલ નીનોના આવવા પર દુનિયાના અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ બદલાઈ જશે. ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને ફિલીપાઈન્સમાં દુષ્કાળ પડવાની તથા જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી શકે છે. પેરુ અને ઈક્વાડોર જેવા દક્ષિણ અમેરિકી દેશોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતી પણ બની શકે છે. ભારતમાં ચોમાસું નબળું પડવાની શક્યતા છે. અમેરિકામાં ગલ્ફ કોસ્ટ વિસ્તારમાં શિયાળામાં વધુ વરસાદ પણ આવી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.