Last Updated on by Sampurna Samachar
આદિત્ય ઠાકરે તરફથી આ એડવાઈઝરી આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શરદ પવાર તરફથી એકનાથ શિંદેને મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માનને લઈને વિવાદ પૂર્ણ પણ થયો નહોતો કે ઉદ્ધવ સેનાએ સાંસદોને લઈને એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ઉદ્ધવ સેનાના અમુક સાંસદ એકનાથ શિંદે જૂથના નેતાઓને મળી રહ્યાં હતાં. જેને લઈને ઉદ્ધવ જૂથ ચિંતિત હતું અને હવે તેણે એકનાથ શિંદે જૂથના નેતાઓથી વધુ મુલાકાત ન કરવાની સલાહ આપી છે.
આદિત્ય ઠાકરે તરફથી આ એડવાઈઝરી (ADVISORY) આપવામાં આવી છે. ઘણા સાંસદોએ એકનાથ શિંદે અને તેમના જૂથના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી છે. એકનાથ શિંદેએ અઢી વર્ષ સરકાર ચલાવી હતી અને હવે ભાજપની લીડરશિપ વાળી સરકારમાં તે ડેપ્યુટી CM છે. દરમિયાન ઉદ્ધવ જૂથના સાંસદો અને ધારાસભ્યોને લાગે છે કે સત્તાથી નજીકના માટે એકનાથ શિંદે જૂથની સાથે રહેવું યોગ્ય રહેશે.
આ વાત ઉદ્ધવ જૂથ માટે ચિંતાનું કારણ બની ગયું છે. હવે આદિત્ય ઠાકરે તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આયોજનનું આમંત્રણ સ્વીકાર કર્યા પહેલા લીડરશિપની મંજૂરી જરૂરી છે. એકનાથ શિંદે જૂથ તરફથી જો કોઈ ડિનર કે લંચનું આમંત્રણ આવે છે તો તે માટે પણ પરમિશન લઈને જ જવું પડશે.
શરદ પવારે એકનાથ શિંદેને સન્માનિત કર્યાં હતાં. દિલ્હીમાં આ આયોજન થયું હતું, જેમાં ઉદ્ધવ સેનાના સાંસદ સંજય પાટિલ પણ હાજર હતાં. આ વાત ઉદ્ધવ જૂથને ગમી નહીં. સન્માનને લઈને સંજય રાઉતે એટલે સુધી કહી દીધું કે આવા સન્માન ખરીદવામાં આવે છે કે પછી વેચવામાં આવે છે. આ પુરસ્કારોને પ્રાપ્ત કરવાની કોઈ અન્ય રીત નથી.
એકનાથ શિંદેના સન્માન સમારોહમાં હાજર રહેનાર સાંસદ શામને શ્રીકાંત શિંદે તરફથી આપવામાં આવેલા ડિનર પણ પહોંચ્યા હતાં. આ વાતને લઈને ટેન્શન છે. એટલું જ નહીં એકનાથ શિંદે જૂથના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે ડિનર આપ્યુ હતું. તેમાં પણ ઉદ્ધ ઠાકરેના ઘણા સાંસદ પહોંચ્યા હતાં. આ તમામને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથે વાંધો વ્યક્ત કર્યો છે.
ઉદ્ધવ જૂથનું કહેવું છે કે શરદ પવાર તરફથી એકનાથ શિંદેને સન્માનિત કરવા એક પ્રકારે તેમના જૂથને કાયદેસરતા આપવી છે. આ સિવાય સાંસદોનું વારંવાર મળવાથી ખોટો મેસેજ જાય છે. એક તરફ નેરેટિવ ખરાબ થાય છે તો બીજી તરફ આવી મુલાકાતો ચર્ચા બને છે.
આ મુલાકાતોના કારણે ઘણી વખત સમાચાર આવે છે કે ઉદ્ધવ સેનાના ઘણા ધારાસભ્ય અને સાંસદ પક્ષપલટો કરી શકે છે. આવા સમાચાર ઉદ્ધવ જૂથને અસહજ કરનાર હોય છે. એટલે સુધી કે ગયા અઠવાડિયે મુંબઈમાં એક મીટિંગ થઈ હતી. જેમાં ઉદ્ધવ જૂથે તમામ સાંસદોની પરેડ કરાવી હતી. રસપ્રદ વાત છે કે સંજય પાટિલ આમાં નહોતાં, જે શ્રીકાંત શિંદેના ડિનર અને એકનાથ શિંદેના સન્માન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં.