Last Updated on by Sampurna Samachar
અદાણી ગેસના CNG ના ભાવમાં ૨ રૂપિયાનો વધારો
બેક ટુ બેક વધારાથી વાહનચાલકોમાં ભારે નારાજગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં અદાણી ગેસે ફરી એકવાર CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. મોંઘવારીના મારથી પીડાતા સામાન્ય ગ્રાહકો પર આ વધારાથી આર્થિક બોજ વધુ વધશે. આ તાજેતરના ભાવવધારા બાદ હવે અદાણી CNG ની કિંમત વધીને ૮૮.૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નવા વધારા સાથે વર્ષ ૨૦૨૬ની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં CNG ના ભાવમાં પ્રતિ કિલોએ કુલ ૮.૬૦ રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે.

ચાલુ મે મહિનામાં જ CNG ના ભાવમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ ૧૬ મેના રોજ કંપનીએ પ્રતિ કિલો ૨.૨૫ રૂપિયાનો વધારો કર્યો હતો. બેક-ટુ-બેક થયેલા આ ભાવવધારાને કારણે વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ઓટો-રિક્ષા ચાલકો, કેબ ઓપરેટર્સ અને મધ્યમ વર્ગના મુસાફરો, જેમણે ઈંધણનો ખર્ચ ઘટાડવા માટે ઝ્રદ્ગય્ વાહનો અપનાવ્યા હતા, તેઓ આ ર્નિણયથી મુશ્કેલીમાં મુકાયા છે.
વૈશ્વિક બજારમાં ડોલર વધુ મજબૂત થવાની અસર
આ અગાઉ દિલ્હી અને NCR માં પણ ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ.૨ નો વધારો કરવામાં આવ્યો હતો. ગેસ વિતરણ કંપનીઓએ CNG ના દરોમાં થઈ રહેલા સતત વધારા માટે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને જવાબદાર ગણાવી છે.
વૈશ્વિક બજારમાં ડોલર વધુ મજબૂત થવાને કારણે ભારતીય કંપનીઓ માટે ગેસની આયાત કરવી વધુ મોંઘી બની રહી છે. આયાત ખર્ચ વધવાને કારણે આખરે તેનો બોજ સામાન્ય ગ્રાહકો પર આવી રહ્યો છે અને ઈંધણના ભાવ વધી રહ્યા છે.