Last Updated on by Sampurna Samachar
ટુંક સમયમાં વડોદરામાં શરૂ થશે ભારત ટેક્સી
૧૦,૦૦૦થી વધુ ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની સડકો પર એક નવી ભારત ટેક્સી નામની એપ થકી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે. જો આ માત્ર એક ઍપ નથી. પરંતુ વડાપ્રધાનના સહકારથી સમૃદ્ધિના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે. જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં પણ આ મોબિલિટી પ્લેટફૉર્મના સ્વયં માલિક છે.

ભારત ટેક્સીના ચૅરમૅન અને અમૂલના એમડી જયેન મહેતાના મતે ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મૉડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે,રાઇડની ૧૦૦% કમાણી કોઈપણ કપાત વિના સીધી ડ્રાઇવરો સુધી પહોંચે.આજે તે દુનિયાની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરીને ડ્રાઇવરોના સ્વાભિમાનને વધારી રહી છે.
ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેકહોલ્ડર્સ
મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઇવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે.પરંતુ ‘ભારત ટેક્સી’એ આ જૂની પેટર્નને બદલી નાખી છે.અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી,પરંતુ ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેકહોલ્ડર્સ છે.
તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી એક સરેરાશ ડ્રાઇવરની માસિક આવક ૨૫%થી ૩૦% વધી છે.ડ્રાઇવરોના જીવનમાં આવેલા આ બદલાવને પ્રવીણ ઠાકોરના અનુભવથી સારી રીતે સમજી શકાય છે.અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે ફાયદાકારક રહ્યું ન હતું. પરંતુ,ભારત ટેક્સી સાથે જોડાયા પછી અમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યા છે.આ મૉડલ સાથે જોડાઈને કોઈપણ ડ્રાઇવર સારી કમાણી કરીને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે.
ગુજરાતમાં ૧ લાખ સહિત દેશભરમાં ૬ લાખથી વધુ ડ્રાઇવરો અને ૩૫ લાખથી વધુ ઍપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે.અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી, હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની ‘બિલો ધ લાઇન’ ની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે.
સલામતી અને ટેક્નોલૉજીના અજોડ મિશ્રણનો પુરાવો છે. ગુજરાત પોલીસ સાથે તેનું સીધું ર્જીંજી સંકલન જે મુસાફરો અને ડ્રાઇવરો માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા, શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથિ પણ બની ગઈ છે. ૧૦,૦૦૦થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે.