Last Updated on by Sampurna Samachar
વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ–મેઈલથી જજોને ધમકી
ઈ–મેઈલમાં બીજા જજને નિશાન બનાવતા લખાયું હતું કે તેઓ પોતે જ ચુકાદા લખે અને કોઈ સ્ટેનો કે અન્યનાસહારે ઘોસ્ટ રાઇટિંગ ન કરાવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાની અદાલતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ વકીલ ભાવિનપી.વ્યાસના નામે ફેક ઈમેઈલ આઈડી બનાવી બે જજને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ૨૦મી તારીખે કોર્ટના સત્તાવાર ઈમેઈલ પર અદાલતના એક જજ સુધરી જાય જેવાઉશ્કેરણીજનક સબ્જેક્ટ સાથે ઈમેઈલ મોકલાયો હતો. તેમાં જજને ચેતવણી આપવામાં આવી હતી જો કે વકીલોનો અપમાન કે ન્યાયિક શિષ્ટાચારનો ભંગ થશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. સાથે જ ૧૫મીતારીખે થયેલા શરમજનક કૃત્ય બદલ જાહેર માફી માગવાની માંગ કરવામાં આવી હતી અને રાજ્યવ્યાપીહડતાળનું એલાન કરવા પણ ઉશ્કેરણી કરવામાં આવી હતી.
હાઈકોર્ટમાં રિટ કરવાની પણ ચેતવણી આપવામાં આવી
ઈ–મેઈલમાં બીજા જજને નિશાન બનાવતા લખાયું હતું કે તેઓ પોતે જ ચુકાદા લખે અને કોઈ સ્ટેનો કે અન્યનાસહારે ઘોસ્ટ રાઇટિંગ ન કરાવે. આ સાથે હાઈકોર્ટમાં રિટ કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે વકીલ ભાવિન વ્યાસે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલ સાથે તેમનો કોઈ લેવાદેવા નથી. કોઈએતેમના નામનો દુરુપયોગ કરીને ફેક આઈડી બનાવી છે. તેમણે કોર્ટના રજિસ્ટ્રાર સાથે મળીને ડિસ્ટ્રીક્ટ જજવી.કે.પાઠકને રૂબરૂ રજૂઆત કરી છે અને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિતનેશોધવાની માંગ કરી છે.
ગુજરાત બાર કાઉન્સિલની સભ્ય નિમિષા ધોત્રે પટેલે પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે. તેમણે કહ્યું કે, આવાઈમેઈલ દ્વારા માત્ર જજોને જ નહીં પરંતુ સમગ્ર વકીલ મંડળને બદનામ કરવાનો પ્રયાસ થયો છે. ભાવિન વ્યાસલાંબા સમયથી ઓળખીતા છે, તેઓ આવું કરે નહીં. જો કર્યું હોત તો તેઓ જાતે આગળ આવી તપાસનીમાંગ ન કરતા, એમ તેમણે ઉમેર્યું.