૧૮૦ ફાઈટર જેટની ડિલીવરી લેટ થશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય

HAL  પૂર્વ સીએમડી ડૉ. ડી.કે. સુનીલે જણાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારત પોતાના ડિફેન્સ સિસ્ટમને સતત અપગ્રેડ કરી રહ્યું છે. ફાઈટર જેટથી લઈને મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમના ડેવલપમેન્ટ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે, ભારતીય વાયુસેનાની ચિંતા વધારતા એક સમાચાર સામે આવ્યા છે.

વાયુસેનામાં ફાઈટર સ્ક્વોડ્રનની અછતને પૂરી કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ૧૮૦ LCA તેજસ માર્ક-1A વિમાનોનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી એકપણ ફાઈટર એરક્રાફ્ટની ડિલિવરી થઈ શકી નથી.

તેજસ માર્ક-1A  ની ડિલિવરીની ચોક્કસ તારીખ નક્કી થઇ શકે

રડારની પરફોર્મન્સ અને કેટલાક અન્ય સિસ્ટમ્સમાં સુધારા કર્યા બાદ, HAL દ્વારા મે મહિનામાં ઇન્ડિયન એરફોર્સ સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હતું. રક્ષામંત્રાલયના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રિવ્યૂ મીટિંગ હવે આવતા મહિના એટલે કે જૂન ૨૦૨૬ સુધી ટળી ગઈ છે. વાયુસેનાના સૂત્રોએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે, દેશની સુરક્ષા સાથે જોડાયેલી નોન-નેગોશિયેબલ ઓપરેશનલ જરૂરિયાતો પર કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં.

જૂન મહિનામાં યોજાનારી આ સંભવિત બેઠકમાં તેજસ માર્ક-1A  ની ડિલિવરીની ચોક્કસ તારીખ નક્કી થઈ શકે છે. આ બેઠકમાં HAL દ્વારા તેજસની અનિવાર્ય ઓપરેશનલ જરૂરિયાતોનો પ્રગતિ અહેવાલ રજૂ કરાશે. HAL  પૂર્વ સીએમડી ડૉ. ડી.કે. સુનીલે અગાઉ જણાવ્યું હતું કે, ૨૧ એરક્રાફ્ટ અત્યારે તૈયાર છે અને તેમનું કેટ-બી એન્જિન સાથે ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.

આ વિમાનોમાં બીવીઆર એર-ટુ-એર મિસાઈલ, લેસર ગાઈડેડ બોમ્બ અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમનું ઈન્ટીગ્રેશન થઈ ગયું છે, પરંતુ રડાર પરફોર્મન્સમાં થોડું કામ બાકી હતું, જે મીટિંગ ટળવાનું મુખ્ય કારણ બન્યું છે.

તેજસ પ્રોગ્રામ ધીમી ગતિએ ચાલવા પાછળનું એક મુખ્ય કારણ એન્જિનની ડિલિવરીમાં વિલંબ પણ હતું. જોકે, હવે ધીમે-ધીમે એન્જિન મળવાના શરૂ થઈ ગયા છે. વર્ષ ૨૦૨૧માં અમેરિકાની પ્રખ્યાત કંપની જનરલ ઇલેક્ટ્રિક સાથે આ પ્રોગ્રામ માટે ડીલ થઈ હતી, જે અંતર્ગત ભારતને કુલ 99 ‘F404 એન્જિન‘ મળવાના છે. ડિલિવરીમાં થઈ રહેલા આ વિલંબને કારણે વાયુસેના પ્રમુખ પણ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

હાલની સુરક્ષા સ્થિતિ અને પડકારોને જોતાં ભારતીય વાયુસેનાને ૪૨ ફાઈટર સ્ક્વોડ્રનની જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલમાં માત્ર ૨૯ સ્ક્વોડ્રન જ કાર્યરત છે. વાયુસેનામાં અત્યાર સુધી ૪૦ તેજસ વિમાનો સામેલ થઈ ચૂક્યા છે. HAL સાથે પહેલા ૮૩ LCA તેજસ માર્ક-1A વિમાનોની ડીલ થઈ હતી. ત્યારબાદ, અન્ય ૯૭ વધારાના તેજસ માર્ક-૧છ વિમાનો ખરીદવાની મંજૂરી પણ મળી ચૂકી છે. તેજસના કુલ ૧૧ સ્ક્વોડ્રનમાંથી ૨ સ્ક્વોડ્રન વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ૯ સ્ક્વોડ્રન ક્યારે સામેલ થશે તેનો મોટો આધાર જૂન મહિનાની આ હાઈ-લેવલ બેઠક પર રહેશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.