Last Updated on by Sampurna Samachar
IPL માંથી બહાર કરેલી ટીમને ચૂકવવા પડશે રૂપિયા ૫૩૮ કરોડ
વર્ષ ૨૦૧૧માં BCCI એ આ ટીમને નીકાળી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોચી ટસ્કર્સ કેસમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ઊંઘ હરામ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે BCCI ની અરજી ફગાવી દીધી છે અને કોચી ટસ્કર્સના માલિકોના પક્ષમાં અંતિમ ચુકાદો આપ્યો છે. હવે BCCI એ કોચી ટસ્કર્સને ૫૩૮ રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ ૨૦૧૧માં BCCI એ આ ટીમને બહારનો રસ્તો બતાવ્યો હતો. હવે કોર્ટે ૫૩૮ કરોડ રૂપિયાના ઓર્બિટલ એવોર્ડને યોગ્ય જાહેર કર્યો છે.
કોચી ટસ્કર્સે BCCI સામે કેસ દાખલ કર્યો હતો. આ ફ્રેન્ચાઇઝી ફક્ત એક જ સીઝનમાં જોવા મળી હતી અને ૮મા ક્રમે રહી હતી. કોર્ટે BCCI ને હવે IPL માંથી બહાર થયેલી ફ્રેન્ચાઇઝી કોચી ટસ્કર્સ કેરળને ૫૩૮ કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. BCCI એ માત્ર એક સીઝન (૨૦૧૧) પછી ફ્રેન્ચાઇઝીનો કરાર રદ કર્યો હતો, જેમાં ટીમ પર કરારનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે સમયસર બેંક ગેરંટી સબમિટ કરી નહોતી, જે કરાર હેઠળ જરૂરી હતી.
IPL ના ચેરમેન રાજીવ શુક્લાએ આપી માહિતી
કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું, ‘આર્બિટ્રેશન એક્ટની કલમ ૩૪ હેઠળ આ કોર્ટનું અધિકારક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. વિવાદના ગુણદોષની તપાસ કરવાનો BCCI નો પ્રયાસ કાયદાની કલમ ૩૪ માં સમાવિષ્ટ આધારોના અવકાશની વિરુદ્ધ છે. પુરાવા અથવા ગુણદોષના સંદર્ભમાં આપવામાં આવેલા તારણો પ્રત્યે BCCI નો અસંતોષ એવોર્ડને લક્ષ્ય બનાવવાનો આધાર હોઈ શકે નહીં.
૨૦૧૫ માં BCCI ને IPL ફ્રેન્ચાઇઝ કોચી ટસ્કર્સને ૫૫૦ કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. KCPL ને ૩૮૪ કરોડ રૂપિયા અને રેન્ડેઝવસ સ્પોર્ટ્સને ૧૫૩ કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ IPL ના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ” અમને મધ્યસ્થી લાહોટીનો અહેવાલ મળ્યો છે. મોટાભાગના સભ્યો મધ્યસ્થી રિપોર્ટ સામે અપીલ કરવાનો અભિપ્રાય ધરાવે છે. અમે કાનૂની અભિપ્રાય લઈ રહ્યા છીએ.”