Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ શાળાઓનું ઓડિટ પૂર્ણ કર્યું
દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે જાણકારી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે સ્પષ્ટતા કરી કે સરકાર આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું, ‘અમે ૬૦૦ શાળાઓ પાસેથી ઓડિટ રિપોર્ટ માંગ્યા છે અને જે શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’ અત્યાર સુધીના ઓડિટમાં ૧૦ શાળાઓમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે, જેને નોટિસ ફટકારવામાં આવી છે.
દિલ્હી સરકારે ખાનગી શાળાઓ દ્વારા મનસ્વી ફી વધારા અને શિક્ષણના વ્યાપારીકરણ સામે કડક વલણ અપનાવ્યું છે. DPS દ્વારકા સહિત ૧૧ શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. દિલ્હીના શિક્ષણ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે શાળાના વિદ્યાર્થીઓને આટલી સીધી રાહત આપવામાં આવી છે.
પાંચ વર્ષમાં ૭૦૦ શાળાઓનો રિપોર્ટ આપ્યો
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફી વધારાની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિર્દેશ પર SDM ની અધ્યક્ષતામાં ખાસ ઓડિટ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ શાળાઓનું ઓડિટ પૂર્ણ કર્યું છે. અત્યાર સુધીના ઓડિટમાં ૧૦ શાળાઓમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે, જેને નોટિસ ફટકારવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પૂર્વ પરવાનગી વિના કોઈપણ પ્રકારનો ફી વધારો સ્વીકારવામાં આવશે નહીં.
દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે સ્પષ્ટતા કરી કે સરકાર આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું, ‘અમે ૬૦૦ શાળાઓ પાસેથી ઓડિટ રિપોર્ટ માંગ્યા છે અને જે શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
શિક્ષણ મંત્રીએ કહ્યું- અમારી સરકાર ફૂલેરાની પંચાયત નહોતી,આશિષ સૂદે અગાઉની આમ આદમી પાર્ટીની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે લોકો આપણી સરકારને ફૂલેરાની પંચાયત કહે છે તેમણે જોવું જોઈએ કે સરકાર આ રીતે કામ કરે છે.
ફુલેરાની પંચાયત એવી હતી જે પાંચ વર્ષ સુધી DPS નું નિયંત્રણ કરી શકી નહીં. જે હાઈકોર્ટમાં હારી ગઈ, ઓડિટ રિપોર્ટ કેમ ક્યારેય માંગવામાં આવ્યો નહીં? આઠ દિવસમાં ૬૦૦ શાળાઓનો ઓડિટ રિપોર્ટ આપ્યો. ફુલેરાની પંચાયતે પાંચ વર્ષમાં ૭૦૦ શાળાઓનો રિપોર્ટ આપ્યો હતો.