Last Updated on by Sampurna Samachar
અચાનક ડંખ મારતા ઉંઘમાંથી ઉઠી ચીસો પાડવા લાગ્યો
પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના છાપરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. લુંબ ગામના ટાંડા રામલા રોડ પર સ્થિત એક રેસ્ટોરન્ટમાં ૧૭ વર્ષીય સગીરને સાપે ડંખ માર્યો હતો. આ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે મનોજ કામ પતાવીને ચાદર ઓઢીને રૂમમાં સૂતો હતો. આ ભયાનક દ્રશ્ય રૂમમાં લાગેલા CCTV માં કેદ થયું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાળો ઝેરી સાપ મનોજની ચાદર પર ઘૂસીને ચઢી ગયો હતો. મનોજ ગાઢ નિંદ્રામાં હતો અને તેને ખ્યાલ પણ નહોતો કે તેનો જીવ જોખમમાં છે. અચાનક સાપે તેને કરડ્યો, જેનાથી તેની ઊંઘ તૂટી ગઈ અને તે ચીસો પાડતો પલંગ પરથી કૂદી પડ્યો. સાપના ડંખનું આ ભયાનક દ્રશ્ય જોઈને બધા ધ્રુજી ગયા હતા.
રેસ્ટોરન્ટમાં કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો
સાપ કરડ્યા પછી, મનોજની હાલત ઝડપથી બગડવા લાગી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું. ગામલોકોએ જણાવ્યું કે મનોજ એક મહેનતુ અને સરળ છોકરો હતો, જે એક રેસ્ટોરન્ટમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો મનોજ તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો કારણ કે તેના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું.