Last Updated on by Sampurna Samachar
થાઈલેન્ડથી ‘હાઇબ્રિડ ગાંજો’ આયાત કરી સુરતમાં સપ્લાય કરતો
(સંપૂર્ણ સમાચાર સેવા) આ કેસમાં પાંચ લોકોની ઘરપકડ
સુરત શહેરમાં રૂપિયા ૫૦ લાખથી વધુનું ૫૦૦ ગ્રામનું ડ્રગ્સ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. ભાઠેનાં વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા ઝમીર જંગલીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ પેડલર સહિત ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરી વોન્ટેડ આરોપી યશ બૂટલેગરની લાજપોર ગામમાંથી ગાંજાે મંગાવતા બાતમી અને લોકેશનનાં આધારે ધરપકડ કરી હતી, જે થાઈલેન્ડથી ‘હાઇબ્રિડ ગાંજાે’ આયાત કરીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સમગ્ર સોદો સ્નેપચેટ પર ગાયબ થઈ રહેલા સંદેશાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગાંજાે લઈને સુરતમાં પ્રવેશી રહ્યા હતા અને જ્યારે પોલીસે આરોપીઓને પકડીને વાહનની તપાસ કરી ત્યારે તેમાંથી ૧.૩૩ કિલો હાઇબ્રિડ ગાંજાે મળી આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા ૩૯ લાખનો ગાંજાે જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.
૫ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
રાંદેરમાં ૫૦.૪૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૪ની ધરપકડ કરવામાં આવી હતી. રાંદેર પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું, જમીન દલાલ અને કાપડના વેપારી, પાર્લર માલિક અને ઈલેક્ટ્રીશિયનની પણ ધરપકડ કરાઈ છે, સ્ડ્ઢ ડ્રગ્સ સાથે જમીન દલાલ જીતેન્દ્ર રાવલ, જુના કાપડના વેપારી ગુલામરસુલ શેખ, ઈલેક્ટ્રીશિયન ઉમર યુસુફ શેખ, પાર્લર વ્યવસાય સાથે જાેડાયેલ અકીલા સમીર મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસે રામનગર સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૫ લાખથી વધુનું ડ્રગ્સ, રોકડ અને ૮ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.