Last Updated on by Sampurna Samachar
ઘટનાને અંજામ આપ્યા બાદ તે ટેરેસ પર ભાગી ગયો
જવાનો અને અધિકારીઓમાં દહેશત ફેલાઈ ગઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના બેતિયા પોલીસ લાઈનમાં રાતે એક ભયાનક ઘટના સામે આવી હતી. જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર પોલીસ લાઈનમાં તહેનાત કોન્સ્ટેબલ સર્જીતે તેની ઈન્સાસ રાઈફલ વડે સહકર્મી સોનુ કુમાર પર તાબડતોબ ૧૧ ગોળીઓ વરસાવી હતી. જેના લીધે સહકર્મી સોનુ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.
આ ઘટના રાત્રે લગભગ ૧૦ વાગ્યે બની હતી, જ્યારે મોટાભાગના જવાનો ડ્યુટી પરથી ઘરે પાછા ફરીને આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન બેરેકમાં અચાનક ગોળીઓનો અવાજ સંભળાયો અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કોન્સ્ટેબલ તેની રાઈફલ લઈને પોલીસ લાઈનની છત પર ચઢી ગયો હતો. જેના કારણે જવાનો અને અધિકારીઓમાં દહેશત ફેલાઈ હતી.
પોલીસ કસ્ડીમાં લઇ પૂછપરછ હાથ ધરાઇ
આરોપી કોન્સ્ટેબલ ઘટનાને અંજામ આપ્યા બાદ સતત હથિયાર લહેરાવતો રહ્યો હતો અને તે આત્મસમર્પણ કરવાના મૂડમાં પણ નહોતો. પોલીસ અધિકારીઓએ તેને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંતે પોલીસ કસ્ટડીમાં લઈને તેને મફસ્સિલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં SDPO વિવેક દીપે તેમની પૂછપરછ હાથ ધરી હતી.