Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા આતંકવાદી, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરવિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છેકે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે.

બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જાેવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મેંઆતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.‘કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાછળથી કહ્યું કેતેઓ એ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ ધમકાવે છે. તેમણે કહ્યું, ‘હું એ સ્પષ્ટ કરવા માંગતો હતો કે મોદી હંમેશાધમકાવે છે. મેં તમને ક્રમ જણાવ્યો હતો તમામ સંસ્થાઓ તેમના હાથમાં છે. મેં ક્યારેય એવું નથીકહ્યું કે તે એક આતંકવાદી છે. તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે.‘
તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં કહ્યું કે હાલની કેન્દ્રસરકારે અગાઉ પણ ચૂંટાયેલી સરકારોને પાડી દેવાના પ્રયાસો કર્યા છે. તમે જાણો છો, ૧૧ વર્ષમાં તેમણે ઘણીસરકારો પાડી દીધી, ધારાસભ્યોને ખરીદ્યા, રાજ્યસભાના સાંસદોને ખરીદ્યા. આ લોકોએ ધનબળ અને મસલપાવરનો ઉપયોગ કર્યો. તેમના હાથમાં જે સંસ્થાઓ છે, જેમ કે આ તમામ સંસ્થાઓનોતેઓ દુરુપયોગ કરી રહ્યા છે અને રાજકીય પક્ષોના નેતાઓ પર દરોડા પડાવી રહ્યા છે.