કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગૃહમાં DMK  સાંસદોની બેઠક વ્યવસ્થા બદલવા પત્ર લખ્યો

DMK  ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ પત્ર લખ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન INDIA ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ સાથે હાથ મિલાવતા DMK  નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને DMK  એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો છે.

DMK  ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં DMK  સાંસદોની બેઠક વ્યવસ્થા બદલવામાં આવે. પત્રમાં તેમણે સ્પષ્ટપણે બદલાયેલા રાજકીય સંજોગો અને કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. કનિમોઝીએ જણાવ્યું છે કે હવે કોંગ્રેસની બાજુમાં બેસવું યોગ્ય નથી, તેથી DMK ના ૨૨ સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ ગૃહમાં પોતાની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે.

INDIA ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બે દિવસ પહેલા કોંગ્રેસે તમિલનાડુમાં સત્તા મેળવવાના હેતુથી DMK  ને છોડીને વિજયની પાર્ટી TVK સાથે ગઠબંધન કરવાનો ર્નિણય લીધો. DMK  ના નેતાઓએ આ પગલાને પીઠમાં છરો ભોંકવા સમાન ગણાવ્યું છે. આ ઘટનાક્રમ બાદ INDIA ગઠબંધનના અન્ય પક્ષોમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે.

કેટલાક નેતાઓ તેને રાજકીય રણનીતિ કહી રહ્યા છે, તો કેટલાક તેને વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. ગઠબંધનમાં પડી રહેલી તિરાડો વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેઓ એવા લોકોમાંથી નથી જે મુશ્કેલ સમયમાં સાથીઓને છોડી દે છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે અખિલેશનું આ નિવેદન ઘણું મહત્ત્વ ધરાવે છે. આ ઘટનાક્રમો સૂચવે છે કે INDIA ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી અને આગામી સમયમાં વિપક્ષી એકતા માટે મોટા પડકારો ઊભા થઈ શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.