Last Updated on by Sampurna Samachar
સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ
એસોસિએશન દ્વારા આ સરકારી જગ્યાનો ઉપયોગ વર્ષોથી ઉદ્યોગોમાંથી નીકળતા કચરાના નિકાલ માટે હંગામી ડમ્પિંગ પોઇન્ટ તરીકે કરવામાં આવે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ નગરમાં સરકારી ખરાબાની જમીન પર કબ્જો જમાવવાના મુદ્દેબે જૂથો વચ્ચે તકરાર થતાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દરેડ ઉદ્યોગનગર નજીક સરકારી જમીન પર આવેલીમાં એક ગૌશાળા અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન વચ્ચે ડમ્પિંગ પોઇન્ટની જમીન પર કબ્જાના મામલે ઘર્ષણ થયું હતું.

એસોસિએશન દ્વારા આસરકારી જગ્યાનો ઉપયોગ વર્ષોથી ઉદ્યોગોમાંથી નીકળતા કચરાના નિકાલ માટે હંગામી ડમ્પિંગ પોઇન્ટ તરીકેકરવામાં આવે છે, જેનો વહીવટ એક કોન્ટ્રાક્ટર દ્વારા સંભાળવામાં આવે છે. બીજી તરફ, ગૌશાળાના સંચાલકોદ્વારા આ જમીન પર દીવાલ ચણીને દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે બંને પક્ષોના ૨૫ થી ૩૦ લોકોનું ટોળું સામસામે આવી ગયું હતું, આખરે પોલીસ કાફલાને ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.સમગ્ર વિવાદ અંગેજીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારના જણાવ્યું હતું કે, ગૌશાળાના સંચાલકો દ્વારા સરકારી જમીન કબજેકરવામાં આવી રહી છે.
તેમના જણાવ્યા અનુસાર, ૧૫ હજાર ચોરસ ફૂટના ડમ્પિંગ પ્લોટમાંથી ૧૦ હજાર ચોરસફૂટ જમીન પર છેલ્લા કેટલાક મહિનાઓમાં દીવાલ ઉભી કરી દેવામાં આવી છે, અને બાકીની ૫ હજાર ચોરસફૂટ જમીન પર પણ કબ્જો મેળવવા ગઈકાલે રસ્તો રોકવા ટ્રેક્ટર આડું મૂકી દેવામાં આવ્યું હતું. આ મામલેજ્યારે કોન્ટ્રાક્ટરનો પુત્ર સમજાવટ કરવા ગયો ત્યારે એકત્ર લોકો સાથે ઝઘડો થયો હોવાનું જાણવા મળી રહ્યુંછે. જો કે હાલ પોલીસે મામલો થાળે પાડયો છે.