Last Updated on by Sampurna Samachar
ઓઢવ પોલીસ મથકે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ
લગ્ન બાદ પતિના અફેર વિશે ખબર પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ગોમતીપુરમાં ફરજ બજાવતી મહિલાએ પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ઘરેલૂ હિંસા બદલ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાને સતત સાસરી તરફથી ત્રાસ મળતો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં આવેલ ગોમતીપુરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને લગ્ન પછી પતિ સહિત સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત, લગ્નના નવ મહિના પછી પત્નીને તેના પતિના લગ્નેતર સંબંધ વિશે ખબર પડી. જ્યારે મહિલાએ આ વિશે પતિને પૂછ્યું ત્યારે તેઓએ ઝઘડો કરી મહિલાને માર માર્યો હતો અને ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
મહિલા પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી
આખરે કંટાળીને પરિણીત મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવાની અરજી કરી છે. મહિલા કોન્સ્ટેબલનાં લગ્ન ૨૦૨૧ માં કલોલમાં રમેશભાઈ સાથે થયા હતા. ૯ મહિના પછી પત્નીને ખબર પડી કે તેના પતિને બીજી સ્ત્રી સાથે અફેર છે. જેના કારણે પત્ની પતિને પૂછવા પર પતિ ત્રાસ આપતો. જેના કારણે પરિણીત મહિલા તેના સાસરિયાઓને કહેતી હતી કે તે તેના પતિના પૈસા લઈને તેને હેરાન કરે છે. વધુમાં, પતિએ પત્ની પાસેથી ખર્ચ માટે ઘણી વખત પૈસા લીધા છે અને તેના નામે લોન પણ લીધી છે.
પાછળથી જ્યારે પત્ની ગર્ભવતી થઈ ત્યારે તે પિયરમાં રહેવા ગઈ. બાદમાં પતિ અને તેના સાસરિયાઓએ મહિલાને સાસરી પરત આવતાં કહ્યું, “તમે કંઈ લાવ્યા નથી.” સાસરીનાં લોકોએ દલીલ કરી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. કંટાળીને મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.